iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ તારીખથી આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, જાણો આ લિસ્ટમાં છે તમારો ફોન?
WhatsApp આગામી વર્ષે અમુક આઈફોન્સમાં સપોર્ટ આપાવનું બંધ કરવા જઈ રહ્યું છે. WhatsApp ના અપકમિંગા ફીચરને ટ્રેક કરનારી વેબસાઈટ Wabetainfo એ આ જાણકારીને પોતાની વેબસાઈટ પર શેર કરી છે.
Trending Photos
જો તમે iPhone પર WhatsAppનો ઉપયોગ કરો છો તો આજે તમારા માટે સૌથી મોટા સમાચાર છે. આ સમાચાર તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. WhatsApp આવતા વર્ષે કેટલાક iPhonesને સપોર્ટ કરવાનું બંધ કરવા જઈ રહ્યું છે. વોટ્સએપના આવનારા ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo એ પોતાની વેબસાઈટ પર આ માહિતી શેર કરી છે અને X પર સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
નહીં ચાલે જૂના iOS વર્ઝનમાં...
Wabetainfo એ આજે એટલે કે 2 ડિસેમ્બરે X પર પોસ્ટ કરતા લખ્યું, 'Whatsapp મે 2025થી જૂના iOS વર્ઝન અને iPhone મોડલ માટે સપોર્ટ બંધ કરી દેશે. WhatsApp iOS 15.1 કરતાં જૂના વર્ઝનને સપોર્ટ કરવાનું બંધ કરશે, જે iPhone 5s, iPhone 6 અને iPhone 6 Plusના યૂઝર્સને પ્રભાવિત કરશે.
WhatsApp to drop support for older iOS versions and iPhone models starting May 2025!
WhatsApp will stop supporting versions older than iOS 15.1 affecting users with iPhone 5s, iPhone 6, and iPhone 6 Plus.https://t.co/rp77DJ7h27 pic.twitter.com/isliFb4mo8
— WABetaInfo (@WABetaInfo) December 2, 2024
આ સાથે એક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં એક નોટિફિકેશન દેખાઈ રહ્યું છે, જેમાં લખ્યું છે કે, 'Whatsapp 5 મે, 2025 પછી iOSના આ વર્ઝનને સપોર્ટ કરવાનું બંધ કરશે.' કૃપા કરીને લેટેસ્ટ iOS વર્ઝન મેળવવા માટે તમારે સેટિંગ્સ > જનરલ પર જાઓ, પછી સોફ્ટવેર અપડેટ પર ટેપ કરો.
WhatsApp પર તમે QR કોડ સ્કેન કરીને ચેનલ જોઈન કરી શકો છો
WhatsApp એક નવા ફીચર ટેસ્ટ કરી રહ્યું છે, જેનાથી તમે QR કોડ સ્કેન કરીને ચેનલ જોઈન કરી શકશો. અત્યારે ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, આ નવું ફીચર યૂઝર્સને નવી ચેનલ શોધવા અને જોઈન કરવામાં સરળ રહેશે. WABetaInfo ની એક રિપોર્ટ મુજબ, આ નવું ફીચર અત્યારે Android અને iOSના લેટેસ્ટ WhatsApp બીટા વર્ઝનવાળા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. જેમ કે તમે નીચેની તસવીરમાં જોઈ શકો છો, ફોનના કેમેરાથી QR કોડ સ્કેન કરીને યૂઝર સીધા ચેનલ પર રીડાયરેક્ટ થઈ જશે. ત્યાંથી તે ચેનલને જોઈ શકે છે અને જો તેમને પસંદ આવે છે, તો તેણે જોઈન કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે