ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે તેવો નજારો

Asia's Biggest Urban Forest : બે મહિનામાં સુરતની અંદર સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ લોકો માટે ખુલ્લું મુકાશે. સુરત શહેરમાં ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક’ પ્રોજેક્ટ જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવવા માટે મોખરાનું પગલું છે
 

ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે તેવો નજારો

Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેર જે રીતે હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ ખાડી નજીક બનાવવામાં આવ્યું છે. ખાડી નજીક બાયોડાઈવર્સિટી પાર્કના નિર્માણથી શહેરને એક હરિયાળી અને પર્યાવરણપ્રિય ભેટ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પાર્કને ખાસ કરીને એવા વૃક્ષો સાથે વિકસાવવામાં આવ્યું છે. જેની સુગંધ ચારેબાજુ ફેલાય અને નાગરિકોને પ્રકૃતિનો અનોખો અનુભવ આપી શકે. કોઈ ને ખબર પણ નહી પડશે કે સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ ખાડી નજીક છે.

બે મહિનામાં સુરતની અંદર સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ લોકો માટે ખુલ્લું મુકાશે. સુરત શહેરમાં ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક’ પ્રોજેક્ટ જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવવા માટે મોખરાનું પગલું છે. ખાડીની બંને બાજુ પર પડી રહેલી જમીનને કાયાકલ્પ કરીને સુરત મહાનગરપાલિકાએ શહેરના ‘ ગ્રીન લંગ્સ’ તરીકે ઓળખાતા વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટના વિકાસની શરૂઆત કરી હતી, જે પૂર્ણ થવાના આરે છે. આ પ્રોજેક્ટ શહેરમાં પર્યાવરણ જાળવવા, પ્રદૂષણ રોકવા અને સમજૂતીપૂર્વક ઈકોસિસ્ટમને વિસ્તૃત કરવા માટેની મહત્વકાંક્ષી યોજના છે. ચોમાસા દરમિયાન ખાડીઓમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. જેનાથી પાણીનો પુનઃઉપયોગ બાગકામ માટે થશે. ફાયટોરેમિડેશન ટેકનીક દ્વારા ખાડીનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદરૂપ થશે. ખાડીની દુર્ગંધ દૂર કરવી અને ખાડીના જળ પ્રદૂષણમાં ઘટાડો કરવો પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં સામેલ છે. પાર્કમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેનો ઉપયોગ તળાવો ભરવા અને અન્ય ઉપયોગી હેતુઓ માટે થશે.

પ્રોજેક્ટના મુખ્ય હેતુઓ
આ પાર્કના વિકાસથી જળ પ્રદૂષણ અટકાવવું, જમીનમાં પાણીનું ફરી વળે ભરાવો ઘટાડવો, અને નાગરિકો માટે સ્વચ્છ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ રચવાનું લક્ષ્ય છે.

પ્રોજેક્ટની વિશેષતાઓ
1. વિશાળ વનસ્પતિ વિસ્તાર : ખાડીની આજુબાજુ 87.50 હેક્ટર વિસ્તારમાં લગભગ 6 લાખ વૃક્ષોનું વાવેતર કરાયો, જેમાં 85 વિવિધ પ્રજાતિઓના વૃક્ષો અને છોડનો સમાવેશ થાય છે.

2. મનોરંજક સુવિધાઓ : 12 કિમી લાંબી વોકિંગ ટ્રેક, 9 કિમી લાંબી સાયકલિંગ ટ્રેક, બાળકો માટે ખાસ રમવાનો પ્લે એરીયા, ઓપન એર મનોરંજનની જગ્યા, છઠ પૂજાના તળાવ, બર્ડ વૉચિંગ ટાવર, ડિસ્કવરી સેન્ટર, 

પ્રોજેક્ટનું ફાઈનાન્સિંગ

  • કુલ ખર્ચ: ₹145 કરોડ
  • CITIIS ચેલેન્જ યોજનાના હેઠળ ગ્રાન્ટ: ₹80 કરોડ
  • SSCDL ના ફંડમાંથી ફાળવેલી રકમ: ₹65 કરોડ

સામાજિક અને આર્થિક લાભ:
બાગાયત, સુરક્ષા અને હાઉસ કીપિંગ માટે અનેક લોકોને રોજગારી મળી રહેશે. શારીરિક અને માનસિક આરોગ્ય માટે લાભકારી રહેશે. હરિયાળા વાતાવરણમાં શારીરિક પ્રવૃત્તિઓ અને મનોરંજન સુવિધાઓ નાગરિકોના શારીરિક તેમજ માનસિક આરોગ્યને મજબૂત કરશે.

ઈકોલોજીકલ લાભ : 

1. પ્રકૃતિના સંરક્ષણ માટે ટેકો
આ વિસ્તારના નામશેષ થતી ઝાડ અને છોડ માટે કુદરતી નિવાસસ્થાન ઉભું થશે. જે મધમાખી, પતંગિયા અને અન્ય જીવજંતુઓ માટે લાભકારી સાબિત થશે

2. જળસંગ્રહ અને પુનઃઉપયોગ
ચોમાસા દરમિયાન ખાડીઓમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે, જેનાથી પાણીનો પુનઃઉપયોગ બાગકામ માટે થશે

3. પ્રદૂષણ ઘટાડે
ફાયટોરેમિડેશન ટેકનીક દ્વારા ખાડીનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદરૂપ થાશે

શહેરી લાભ:
ડિસ્કવરી સેન્ટર અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર દ્વારા નાગરિકોને સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે જ્ઞાન મળશે.વિદ્યાર્થીઓ માટે સંશોધન તકો ઊભી થશે.વિદ્યાર્થીઓ માટે બાયોડાયવર્સિટી અંગે સંશોધન અને અભ્યાસની તકો ઉપલબ્ધ થશે.આ પ્રોજેક્ટ સંપૂર્ણ થયે સુરત શહેરને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવશે. સાથે જ, આ વિસ્તારમાં નાગરિકો માટે આરામદાયક તેમજ પર્યાવરણ સાથે જોડાણ મજિબૂત કરશે. આ પ્રોજેક્ટ શહેરના વિકાસમાં મોખરું પગલું સાબિત થશે.બાયોડાઈવર્સિટી પાર્કના મુખ્ય નજરાણા સમાન સુરતના અસલ જુના વૃક્ષો પણ છે. જે હવે લુપ્ત થઈ ગયા છે તેવા વૃક્ષોને તજજ્ઞો પાસેથી યાદી લઇને તૈયાર કરવામાં આવશે. તમામ 85 પ્રકારના વૃક્ષો એવા જૂના હશે જે સુરતમાં ઘણા સમય પહેલા હતા. જેમાં ચંપક, સૂર્ય કમળ ,ઝીણી થુણી , પારસપીપળો,કડામો, અરડૂસો, હાડસાંકળ અરીઠા વગેરેનો સમાવેશ થાય છે.

બાયોડાયવર્સીટી પાર્કના ફાયદા
અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા, સીનીયર સીટીઝન કોર્નર, બાઈસીકલ ટ્રેક , ફૂડકોર્ટ, મલ્ટી એક્ટિવિટી પેવેલિયન, આર્ટિસ્ટિક બ્રિજ છે. ખાડી કિનારાના આસપાસના વિસ્તારમાં તો ગંદકીનું રહેતું હોય છે પરંતુ અહીં મોટો પાર્ક વિકસિત કરીને ફરવાલાયક સ્થળ તેમજ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની કામગીરી કરાશે. જેથી પ્રદૂષણ પણ ઓછું થશે. હવાનું મોટી માત્રામાં શુદ્ધિકરણ થશે

વિશિષ્ટતાઓ:
1. સુગંધ પ્રસારતા વૃક્ષો
પાર્કમાં એવા વૃક્ષો અને છોડ રોપવામાં આવ્યા છે, જેનાથી સુગંધ વિખરાય અને ત્યાં આવેલા લોકોને પ્રકૃતિનો હળવો અને સકારાત્મક અનુભવ થાય

2. પક્ષીઓને આકર્ષવા માટેના પ્રયત્નો
આર્ટિફિશિયલ ફ્લોટિંગ આઇસલેન્ડ, પાણીના તળાવો અને લીલોતરી વિસ્તાર, બાળકો માટે રમતી જગ્યા

3. ખાડીની દુર્ગંધ દૂર કરવી
ખાડીની દુર્ગંધ દૂર કરવા માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાના તળાવો પણ પાર્કમાં બનાવવામાં આવ્યા છે. જેનાથી પાણીનું પુનઃઉપયોગ શક્ય બનશે

4. પર્યાવરણમાં સુધારો
આ પાર્ક ખાવાનું શુદ્ધ કરવા માટે પણ મદદરૂપ છે, અને શહેર માટે એક પ્રકૃતિપ્રિય સ્થળ તરીકે ઉભરશે

નાગરિકો માટે વિશિષ્ટ મનોરંજન સ્થળ:
આ પાર્ક નાગરિકો માટે ફરવા, આરામ કરવા અને પ્રકૃતિની નજીક રહેવા માટે એક આદર્શ સ્થળ છે. બાળકો માટે વિશેષ સાધનો મૂકવામાં આવ્યા છે. જે તેમને મનોરંજન સાથે પ્રકૃતિની મહત્વતાને સમજાવવા માટે મદદરૂપ થશે.

પ્રોજેક્ટનો ખર્ચ અને ફંડિંગ:

  • કુલ ખર્ચ: ₹108 કરોડ
  • કેન્દ્ર સરકારની ગ્રાન્ટ: ₹80 કરોડ (સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ)
  • મહાનગરપાલિકાના ફંડમાંથી: ₹28 કરોડ

આ બાયો ડાયવર્સિટી પાર્ક અંગે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર યુરોપિયન યુનિયન અને એએસડીની ટીમ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. એટલે આ પાર્ક આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે. આખો પાર્ક શહેરના મધ્યમાં બનાવવામાં આવ્યો છે. શહેરની ખાડીઓ, જ્યાં ડ્રેનેજનું ડમ્પિંગ થાય છે અને જે સ્થળ ગંદકીવાળું હોય છે. તેને સાફ કરી, ખાડીના બંને બાજુ આ બાયો ડાયવર્સિટી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. પ્રકૃતિના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ પાર્ક ડિઝાઇન કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news