Android મોબાઈલ ખરીદવો હોય તો રાહ જોજો, 1 ફેબ્રુઆરીએ Samsung લોન્ચ કરશે 3 Smartphone, જાણો કિંમત
Samsung galaxy S23: Samsung Galaxy S23 સિરીઝને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ફોન 1 ફેબ્રુઆરીએ ત્રણ મોડલ સાથે લોન્ચ થવાનો છે. કંપનીએ Galaxy Unpacked ઇવેન્ટની જાહેરાત કરી છે. ઘણા મહિનાઓથી ફોન વિશે લીક રિપોર્ટ્સ આવી રહ્યા છે, અને હવે તેની કિંમત જાહેર કરવામાં આવી છે.
Trending Photos
Samsung galaxy S23: Samsung Galaxy S23 સિરીઝને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ફોન 1 ફેબ્રુઆરીએ ત્રણ મોડલ સાથે લોન્ચ થવાનો છે. કંપનીએ Galaxy Unpacked ઇવેન્ટની જાહેરાત કરી છે. ઘણા મહિનાઓથી ફોન વિશે લીક રિપોર્ટ્સ આવી રહ્યા છે, અને હવે તેની કિંમત જાહેર કરવામાં આવી છે. રિપોર્ટમાં Galaxy S23, Galaxy S23+ અને Galaxy S23 Ultraની કિંમત જાહેર કરવામાં આવી છે.
Chubvn8888 નામના એકાઉન્ટ પરથી Twitter પર એક tweetમાં કહેવામાં આવ્યું છે કે Galaxy S23ના બેઝ મોડલની કિંમત 79,999 રૂપિયા હશે. આ સિવાય પાછલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ફોનના 8 GB + 128 GB વેરિએન્ટની કિંમત EUR 959 (લગભગ 85,000 રૂપિયા) હોઈ શકે છે.
આ Tweer પરથી જાણવા મળ્યું છે કે Galaxy S23+નું 8GB+256GB વેરિઅન્ટ 89,999 રૂપિયામાં ગ્રાહકોને મળી રહેશે. જ્યારે હાઇ-એન્ડ સેમસંગ ગેલેક્સી S23અલ્ટ્રાની કિંમત 1,14,999 રૂપિયા હોવાની અપેક્ષા છે.
અગાઉના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મોડલ ચાર કલર વેરિઅન્ટ્સમાં આવશે.- ફેન્ટમ બ્લેક, કોટન ફ્લાવર (ક્રીમ), બોટેનિક ગ્રીન અને મિસ્ટી લીલાક. અગાઉના અન્ય અહેવાલ મુજબ, Galaxy S23 Ultra Android 13 પર આધારિત OneUI 5.1 OS, 6.8-inch QHD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે અને ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથે આવી શકે છે.
Samsung OneUI 5.1 OSમાં મળી શકે છે આ ફિચર
નવા કસ્ટમ Android સ્કિન કેમેરા એપ્સમાં બે મોટા ફેરફારો લાવવાની અપેક્ષા છે. યૂઝર્સ સ્ક્રીનની સાઈડમાં આપેલા Effects બટનથી સેલ્ફી કેમેરાની Effects બદલી શકાશે.
આ અપડેટ સાથે તમારા પરિવાર સાથે ફોટા શેર કરવાનું પહેલા કરતા વધુ સરળ બનશે. ગેલેરી ભલામણ કરશે કે તમે તમારા કુટુંબના સભ્યોના ચહેરાને ઓળખીને તમારા શેર કરેલા કુટુંબના આલ્બમ્સમાં ફોટા ઉમેરો. તમને કુટુંબના સભ્ય દીઠ (6 લોકો સુધી) 5GB સ્ટોરેજ પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે