શું તમે જાણો છો Gmail ના આ 4 સીક્રેટ ફીચર્સ? જે તમારી તમારૂ કામ બનાવી દેશે સરળ

જો તમે જીમેલના આ 4 સીક્રેટ ફીચર્સને જાણી લો છો તો તમારી માટે જીમેલનો ઉપયોગ કરવો પહેલાથી સરળ થઈ શકે છે. 

શું તમે જાણો છો Gmail ના આ 4 સીક્રેટ ફીચર્સ? જે તમારી તમારૂ કામ બનાવી દેશે સરળ

નવી દિલ્હીઃ Gmail નો દરરોજ કરોડો લોકો ઉપયોગ કરે છે. પરંતુ ખુબ ઓછા લોકોને જીમેલના સીક્રેટ ફીચર્સની જાણકારી હોય છે. જેનાથી યૂઝર્સને જીમેલ ઉપયોગ કરવામાં વધુ સમય લાગે છે. તેથી આજે અમે યૂઝર્સની સુવિધા માટે જીમેલના 4 સીક્રેટ ફીચર્સ વિશે જાણકારી આપીશું, જેનાથી યૂઝર્સ માટે તેનો ઉપયોગ સરળ થઈ જશે. 

કઈ રીતે મેસેજ કરશો શેડ્યૂલ
- સૌથી પહેલાં જે મેસેજ મોકલવાનો છે compose કરી લો. મતલબ જેને મેસેજ મોકલવાનો છે તે લખી નાખો.
- પરંતુ મોકલતા પહેલા સેન્ડ બટનની બાજીમાં આવેલ Down Arrow પર ક્લિક કરો.
- ત્યારબાદ Schedule Send ઓપ્શન સિલેક્ટ કરો.
- ત્યારબાદ ડેટ અને ટાઇમ સેટ કરો.
- આ રીતે તે તારીખે નક્કી સમય પર મેસેજ પહોંચી જશે.

કઈ રીતે સીક્રેટ મેસેજ મોકલશો
- સૌથી પહેલા મેસેજ કંપોઝ કરો.
- ત્યારબાદ Recipient, Subject અને કન્ટેન્ટ લખો.
- ત્યારબાદ Send બટનની સાઇટ સાઇઝ Lock આઇકન દેખાશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ એક્સપાયરી ડેટ અને પાસકોર્ડ દાખલ કરવો પડશે.
- ત્યારબાદ સેન્ડ બટન પર ક્લિક કરી દો.

મોકલેલા મેસેજને કઈ રીતે અનડૂ કરો
- Send ફોલ્ડરને ખોલો. ત્યારબાદ મેસેજને રિકોલ કરવા ઈચ્છો છો તો તેને ઓપન કરો.
- ત્યારબાદ ટોપ ટાઇટ કોર્નર પર ત્રણ વર્ટિકલ ડોટ પર ક્લિક કરો.
- મેસેજ મોકલતા પહેલા ડ્રોફ્ટ ફોલ્ડરમાં ઇમેલ એડિટ કરો.
- પરંતુ જોઈ લો Setting માં પહેલાથી  Undo Send ઇનેબલ્ડ છે.

કઈ રીતે પ્રમોશન મેસેજથી મળશે છુટકારો
- Gmail ઓપન કરો.
- જેને રિમૂવ કરવા ઈચ્છો છો તે મેસેજ ઓપન કરો.
- પછી Block Sender name સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમે પોપઅપ વિંડોમાં Block ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ પ્રમોશનલ મેસેજને ડિલીટ કરવા માટે પ્રમોશન ટેબથી બધા મેસેજને સિલેક્ટ કરો.
- પછી ડિલીટ બટન પર ક્લિક કરી દો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news