22 KYMCO એ લોન્ચ કર્યા ત્રણ સ્કૂટર, કિંમત 2.30 લાખ સુધી
Trending Photos
નવી દિલ્હી: 22 KYMCO કંપનીએ ત્રણ સ્કૂટર્સની લોન્ચિંગ સાથે ભારતીય બજારમાં એન્ટ્રી મારી છે. તેમાં iFlow નામનું એક ઇલેક્ટ્રિક સ્કૂટર, જ્યારે Like 200 અને X-Town 300i નામના બે અન્ય પેટ્રોલથી ચાલનાર સ્કૂટર છે. તેની ક્રમશ કિંમત: 90 હજાર, 1.30 લાખ અને 2.30 લાખ રૂપિયા છે. તેમનું વેચાણ સપ્ટેમ્બરથી શરૂ થશે. શરૂઆતમાં દેશના છ શહેરો- નવી દિલ્હી, બેંગલુરૂ, પુણે, હૈદ્વાબાદ, કલકતા અને અમદાવાદમાં વેચવામાં આવશે. આ શહેરોમાં 14 ડીલરશિપ હશે. આગામી ત્રણ વર્ષોમાં 300 ટચ પોઇટ્સ સાથે દેશભરમાં ડીલરશિપ નેટવર્ક સ્થાપિત કરવાની કંપનીની યોજના છે.
22 KYMCO ના ચેરમેન એલન કેઓએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક સ્કૂટર આઇફ્લોને ભારતમાં જ બનાવવામાં આવશે. બંને અન્ય સ્કૂટર લાઇક 200 અને એક્સ-ટાઉન 300આઇને ઇમ્પોર્ટ કરવામાં આવશે. જોકે આઇફ્લો પણ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક સ્કૂટ નહી હોય, કારણ કે તેની બેટરી અને મોટર જેવા પાર્ટ્સ ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવશે. સ્કૂટરોની લોન્ચિંગ ઉપરાંત કંપનીએ આખા ભારતમાં પોતાનું ચાર્જિંગ નેટવર્ક (IONEX) સ્થાપિત કરવાની યોજનાની પણ જાણકારી આપી. કંપનીએ કહ્યું કે દરેક શહેરમાં 40 IONEX ચાર્જ પોઇન્ટ હશે.
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં રીજનરેટિવ બ્રેકિંગ, ક્લાઉડ કનેક્ટિવિટી, રિવર્સ, ક્રૂજ અને ડ્રૈગ રાઇડિંગ મોડ્સ, હિલ આસિસ્ટ, એપ-બેસ્ડ સ્માર્ટ ફંકશન્સ, એલઇડી લાઇટ્સ અને સીબીએસ જેવા ફીચર્સ છે. તેનની ઇલેક્ટ્રિક મોટર 2100W ની વધુ પાવર જનરેટ કરે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક બ્રેક આપવામાં આવી છે. આઇફ્લો 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
આઇફ્લો ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે બેટરી લગાવવામાં આવી શકે છે. ફૂલ ચાર્જ થતાં એક બેટરી 40 કિલોમીટરનું અંતર કાપે છે. સ્કૂટરની કિંમતમાં બેટરી પણ સામેલ નથી અને આ બેટરી વિના મળશે. કંપની લીઝ સિસ્ટમ હેઠળ બેટરી સપ્લાઇ કરશે એટલે કે બેટરી ડિસ્ચાર્જ થતાં તમે કંપનીના નજીકના ચાર્જ પોઇન્ટ પરથી બદલીને નવી ફૂલ ચાર્જ બેટરી લઇ શકો છો. તેના માટે પ્રતિ બેટરી દર મહિને 500 રૂપિયા ચૂકાવવા પડશે. લાઇક 200 રેટ્રો-મોર્ડન સ્કૂટર છે. તેમાં 163cc નું એન્જીન આપવામાં આવ્યું છે. તેમાં આપવામાં આવેલી સ્ટોરેજ સ્પેસમાં બે ફૂલ સ્પેસ હેલમેટ રાખી શકાય છે. સ્કૂટરની સ્ટાઇલિંગ ઇન્ટરનેશનલ મોડલ લાઇક 150 સ્કૂટરની માફક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે