Grand planning News

દરેક ગુજરાતીને GOA જવાનું મન થાય તેવું ભવ્ય આયોજન, મંત્રી હર્ષ સંઘવી કરાવશે કાર્યક્ર
ગુજરાત સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ અને પણજી ગુજરાતી યુવક મંડળનાં સંયુકત ઉપક્રમે ગોવાના પણજી ખાતે ૨૧મી નવેમ્બરે સદાકાળ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગોવાના મુખ્ય મંત્રી ડૉ. પ્રમોદ સાવંત અને રાજય ના ગૃહરાજય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી હર્ષસંઘવી કરશે કાર્યક્રમનો શુભારંભ. ગુજરાત સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં વસતાં બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા, તેઓની નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જે તે શહેરમાં કે જ્યાં બિન નિવાસી ગુજરાતિઓની સંખ્યા વધારે હોય ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત” કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ ગોવાના પણજી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 
Nov 20,2021, 21:31 PM IST
ઉંઝામાં ન ભુતો ન ભવિષ્યતી લક્ષચંડીનું આયોજન: તૈયારી જોઇ આંખો થઇ જશે  પહોળી
સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયા માતાનું મંદિર ઉંઝા ખાતે આવેલું છે. આગામી 18-22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું છે. આ ભુતો ન ભવિષ્યતિ એવા લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાન બિરાજશે. લક્ષચંડી મહાયજ્ઞ અગાઉ ઉમિયાબાગ ખાતે 1 ડિસેમ્બરથી સતત 16 દિવસ સુધી 1100 પ્રકાંડ પંડિતો દ્વારા દુર્ગા સપ્તશીના 700 શ્લોકો દ્વારા એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે. ત્યાર બાદ લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત થશે.જેમાં લાખ ચંડીપાઠનો દશાંશ હોમ (શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવતો હોમ) કરવામાં આવશે. આ લક્ષચંડી મહાયજ્ઞને ઉમિયા બાગ ખાતે 24 વિઘા જમીનમાં 51 શક્તિપીઠના પ્રતીક મંદિર સામે 81 ફુટ ઉંચી યજ્ઞ શાળાનું નિર્માણ ચાલી રહ્યું છે. 1 ડિસેમ્બરે યોજનારા જ્વારા યાત્રા માટે જવારા વાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જવારા ઉગાડવા માટે ખાસ પ્રકારનાં બીજની વ્યવસ્થા પણ ઉંઝા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
Nov 18,2019, 19:01 PM IST

Trending news