Corona testing News

કોરોના અને ટેસ્ટિંગ બન્નેના વળતા પાણી:આજે માત્ર 615 કેસ નોંધાયા,ટેસ્ટ કેટલા ખબર નહી!
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 615 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 746 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,40,517 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 11,2021, 20:08 PM IST
વડોદરામાં નહી થાય લોકડાઉન, લોકોની ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો, માર્કેટમાં ટોળેટોળા
કોરોનાની વિસ્ફોટક સ્થિતિ કાબૂમાં ન આવતા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યું કે સંપુર્ણ કર્ફ્યું લગાવવા માટે ઉચ્ચ સ્તરિય અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ પણ હાજર રહ્યા હતા. જો કે વડોદરાની સ્થિતી હાલ કાબૂમાં છે. એટલે હાલ કર્ફ્યુ લગાવવાની કોઇ વિચારણા નહી હોવાનું મંતવ્ય કમિશ્નરે આપ્યું હતું. જેના કારણે હાલ વડોદરામાં લોકડાઉન, કર્ફ્યું કે રાત્રી કર્ફ્યુંની કોઇ જ વિચારણ નહી હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો, ત્યારબાદ કર્ફ્યુ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. 
Nov 20,2020, 18:00 PM IST

Trending news