27 december petrol price News

બે દિવસ બાદ ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલમાં પણ થયો ઘટાડો
જેમ-જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ચાલુ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાનો દૌર યથાવત છે. બે દિવસ બાદ ગુરૂવારે પેટ્રોલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. તો બીજી તરફ ડીઝલમાં ત્રણ દિવસ બાદ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરૂવારે સવારે પેટ્રોલમાં 5 પૈસા અને ડીઝલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 69.74 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું છે. તો બીજી તરફ ડીઝલ 63.76 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે. 
Dec 27,2018, 10:15 AM IST

Trending news