લૉકડાઉનમાં ફરજ નિભાવી રહ્યો છે વર્લ્ડ ચેમ્પિયન બોલર, ICCએ કરી સલામ
જોગિન્દર શર્મા આ દિવસોમાં કોરોના વાયરસના ખતરા વચ્ચે લૉકડાઉનમાં ડ્યૂટી નિભાવી રહ્યો છે. જોગિન્દર શર્મા હરિયાણા પોલીસમાં ડીએસપીના પદ પર છે.
Trending Photos
નવી દિલ્હીઃ 2007 ટી-20 વિશ્વકપની ફાઇનલમાં પાકિસ્તાનને ભારત વિરુદ્ધ અંતિમ 4 બોલમાં 6 રનની જરૂર હતી અને તેની જીત પાક્કી લાગી રહી હતી. ત્યારે પાકિસ્તાને 9 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં ભારતનો બોલર જોગિન્દર શર્મા હીરો બનીને ઉભર્યો અને હારના મોઢામાંથી જીત છીનવીને ટીમ ઈન્ડિયાને વિશ્વકપની ટ્રોફી અપાવી હતી.
જોગિન્દર શર્મા આ દિવસોમાં કોરોના વાયરસના ખતરા વચ્ચે લૉકડાઉનમાં ડ્યૂટી નિભાવી રહ્યો છે. જોગિન્દર શર્મા હરિયાણા પોલીસમાં ડીએસપીના પદ પર છે. મુશ્કેલ સ્થિતિમાં જોગિન્દરનો આવો જુસ્સો જોઈને આઈસીસીએ તેને સલામ કરી છે.
2007: #T20WorldCup hero 🏆
2020: Real world hero 💪
In his post-cricket career as a policeman, India's Joginder Sharma is among those doing their bit amid a global health crisis.
[📷 Joginder Sharma] pic.twitter.com/2IAAyjX3Se
— ICC (@ICC) March 28, 2020
આઈસીસીએ જોગિન્દર શર્માની પ્રશંસા કરતા ટ્વીટ કર્યું, '2007માં ટી20 વિશ્વકપ હીરો અને 2020માં વિશ્વનો રિયસ હીરો. ક્રિકેટના કરિયર બાદ એક પોલીસકર્મીના રૂપમાં ભારતનો જોગિન્દર શર્મા વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ વચ્ચે પોતાનું કામ કરી રહ્યો છે.'
આ પહેલા જોગિન્દર શર્માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું 2007થી હરિયાણા પોલીસમાં ડીએસપી છું. આ સમયે એક અલગ પ્રકારના પડકારનો સામનો છે. અમારી ડ્યૂટી સવારે છ કલાકતી શરૂ થાય છે જેમાં લોકોને જાગરૂત કરવા, બંધનું પાલન કરવું અને સ્વાસ્થ્યની સેવાઓ આપવાનું સામેલ છે.
*Prevention is the only cure for Coronavirus,Let’s be together and fight with this Pandemic situation..Please cooperate with us* Jai Hind pic.twitter.com/Cl36TanfJP
— Joginder Sharma (@jogisharma83) March 24, 2020
જોગિન્દર શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પણ વીડિયો શેર કરતા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. મહત્વનું છે કે ભારતમાં અત્યાર સુધી 1000થી વધુ લોકો કોરોના વાયસથી સંક્રમિત થયા છે. જ્યારે 25 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે