WWT20: ભારત અને આયરલેન્ડ વચ્ચે ટક્કર, જીતથી ખુલશે સેમીફાઇનલના દ્વાર

ભારતીય ટીમ તેના પહેલી બે મેચ જીતી ચૂકી છે. તેણે પહેલી મેચમાં ન્યુઝીલેન્ડને 34 રનથી અને બીજી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. 

WWT20: ભારત અને આયરલેન્ડ વચ્ચે ટક્કર, જીતથી ખુલશે સેમીફાઇનલના દ્વાર

ગયાના: ભારતીય ટીમ આઇસીસી મહિલા વિશ્વ કપ ટી-20માં ગ્રુપ બીનો મુકાબલો ગુરુવારે આયરલેન્ડ સાથે ટક્કર થશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમ જો આયરલેન્ડને હાર આપે તો ભારતની જગ્યા સેમીફાઇનલમાં નક્કી થઇ જશે. ભારતીય ટીમતેના પહેલા બંન્ને મેચ જીતી ચૂકી છે. તેને પહેલી મેચમાં ન્યુઝીલેન્ડને 34 રનથી હારાવ્યા બાદ બીજી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલીયની ટીમ પહેલાથી જ સેમીફાઇનલમાં પહોચી ગઇ છે. તેણે તેની શરૂઆતની ત્રણે મેચમાં જીત મેળવી લીધી છે.  

ભારતીય ટીમે બંન્ને મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલી મેચમાં કેપ્ટન હરમનપ્રીતે શાનદાર સદી ફટકારીને અદભૂત પ્રદર્શન કર્યું હતું. બીજી મેચમાં અનુભવી ખેલાડી ગણાતી મિતાલી રાજે ફિફ્ટી મારી હતી. હવે આગળની મેચમાં ભારતની સ્ટાર બેસ્ટમેન સ્મૃતિ મંધાનાનું બેટ ચાલે અને તે પણ રન બનાવે તેવી સંભાવનો રાખાવમાં આવી રહી છે. તથા હરમનપ્રીત અને મીતાલીને પણ આ મેચમાં તેના પ્રદર્શન યથાવક રાખે તેવી આશા છે.

જો ભારતની બોલિંગની વાક કરવામાં આવે તો સ્પિનર હેમલકા અને પૂનમ યાદવ દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતની બંન્ને મેચોમાં તેમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ હતું. પૂનમ યાદવે ચાર વિકેટ પોતાના નામે કરી લીધા છે. 

બે મેચોમાં જીત મેળવ્યા બાદ ભારતની ટક્કર એવી ટીમ સાથે છે. જેને બંન્ને મોચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આયરલેન્ડને પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા અને બીજી મેચમાં પાકિસ્તાન તરફથી હાર મળી હતી. બંન્ને મેચોમાં તેની બેંટીગ નિષ્ફળ રહી હતી.  પહેલીમ મેચમાં તેના બેસ્ટમેન માત્ર 93 રન કરી શક્યા હતા. જ્યારે બીજી મેચમાં 101 રન કરવામાં સફળતા મળી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news