Asia Cup 2022: ભારતીય ટીમ જાહેર, કોહલી-રાહુલની વાપસી, આ ખેલાડી થયો બહાર
indian cricket team: ભારતીય ક્રિકેટ બોર્ડે એશિયા કપની ટીમ જાહેર કરી દીધી છે. સૌથી ચોંકાવનારી વાત છે કે શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીને ટીમમાં તક મળી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. એશિયા કપ 27 ઓગસ્ટે શરૂ થશે અને 11 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે. બીસીસીઆઈએ જાહેર કરેલી ટીમમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી થઈ છે. તો જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટીમમાં નથી. ભારત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.
સ્ટેન્ડ બાય પ્લેયરઃ અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, દીપક ચાહર.
Notes -
Jasprit Bumrah and Harshal Patel were not available for selection owing to injuries. They are currently undergoing rehab at the NCA in Bengaluru.
Three players - Shreyas Iyer, Axar Patel and Deepak Chahar have been named as standbys.
— BCCI (@BCCI) August 8, 2022
ચાર સ્પીનર અને ત્રણ ફાસ્ટ બોલર સામેલ
બીસીસીઆઈએ જાહેર કરેલી ટીમ પ્રમાણે ચાર સ્પીનરોને ટીમમાં તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, અશ્વિન, ચહલ અને રવિ બિશ્નોઈ સામેલ છે. તો કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરાયો નથી. ફાસ્ટ બોલરમાં ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને અર્શદીપ સિંહને સામેલ કરાયા છે. મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી નથી.
શ્રેયસ અય્યર, સંજૂ સેમસન બહાર
ટીમમાં સૌથી ચોંકાવનારી વાત છે કે શ્રેયસ અય્યરને તક આપવામાં આવી નથી. જ્યારે બીજા વિકેટકીપર તરીકે ટીમમાં દિનેશ કાર્તિક સામેલ છે. ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને પણ તક મળી છે. સંજૂ સેમસનને પણ નજરઅંદાજ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે