વિશ્વકપ બાદ આ સિરીઝમાં નહીં રમે બુમરાહ-કોહલી, BCCIએ આપ્યો આરામ

બીસીસીઆઈએ કહ્યું, વિરાટ અને જસપ્રીતને ચોક્કસ પણે ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ મેચોની વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવશે. 
 

વિશ્વકપ બાદ આ સિરીઝમાં નહીં રમે બુમરાહ-કોહલી, BCCIએ આપ્યો આરામ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અમેરિકા અને કેરેબિયન ધરતી પર રમાનારી ટી20 અને વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવશે. આ લિમિટેડ ઓવરોની સિરીઝ ત્રણ ઓગસ્ટથી રમાશે. પરંતુ કોહલી અને બુમરાહ બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે વાપસી કરશે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. 

ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે. ભારતે આ દરમિયાન આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બે ટેસ્ટ મેચ પણ રમવાની છે. બે ટેસ્ટ મેચ એન્ટીગુઆ સ્થિત વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (22-26 ઓગસ્ટ) અને જમૈકા સ્થિત સાબિના પાર્ક (30 ઓગસ્ટ-3 સપ્ટેમ્બર)માં રમાશે. 

આ પહેલા બંન્ને ટીમો ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચ રમશે. પ્રવાસની શરૂઆત ત્રણ અને ચાર ઓગસ્ટે ફ્લોરિડાના બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં બે ટી20 મેચ સાથે થશે. ત્યારબાદ બંન્ને ટીમો ગુયાના જશે, જ્યાં ત્રીજી ટી20 મેચ રમાશે. 

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'વિરાટ અને જસપ્રીતને ચોક્કસપણે ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ મેચોની વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવશે. વિરાટ ઓસ્ટ્રેલિયા સિરીઝની શરૂઆત બાદથી રમી રહ્યો છે અને બુમરાહનું કાર્યભાર મેનેજમેન્ટ પણ ઉચ્ચ દરજ્જાનું છે. તે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ સાથે જોડાઈ જશે.'

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી, 'વિરાટ અને બુમરાહ ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ સાથે જોડાશે.' વિશ્વ કપના મુશ્કેલ અભિયાન બાદ કેટલાક અન્ય ખેલાડીઓને પણ આ સિરીઝ દરમિયાન આરામ આપી શકાય છે. ભારત જો ફાઇનલમાં પહોંચે છે તો મુખ્ય ખેલાડી 14 જુલાઈ સુધી રમશે જેથી મુખ્ય બેટ્સમેન અને કેટલાક ફાસ્ટ બોલરોને આરામ આપવો જરૂરી હશે. 

પરંતુ બીસીસીઆઈએ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની સાથે મળીને એવો કાર્યક્રમ બનાવ્યો છે કે ટેસ્ટ મેચ હવે ટી20 અને વનડે બાદ રમાશે. તેમણે કહ્યું, પ્રથમ ટેસ્ટ 22 ઓગસ્ટથી એન્ટિગામાં શરૂ થશે અને વર્લ્ડ કપ ટીમના મુખ્ય ખેલાડીઓ માટે આરામ કરવા માટે ઘણો સમય રહેશે. 

ગુયાનામાં ત્રણ વનડે મેચોની સિરીઝની પ્રથમ મેચ (8 ઓગસ્ટ)એ પણ રમાશે. બાકી બે મેચોમાં 11 અને 14 ઓગસ્ટે રમાશે. વનડે સિરીઝની સમાપ્તિના એક સપ્તાહ બાદ બંન્ને ટીમો પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ રમશે. 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) આગામી બે વર્ષોમાં રમાશે. જેમાં 12 ટેસ્ટ રમનાર દેશોમાંથી નવ અન્ય આઠ ટીમોમાંથી છ વિરુદ્ધ એક ટેસ્ટ સિરીઝ રમશે. દરેક સિરીઝમાં બેથી પાંચ મેચ રમાશે. પરંતુ દરેક ટીમ છ સિરીઝ રમશે (ત્રણ ઘર પર અને ત્રણ બહાર) પરંતુ બધા એકસમાન ટેસ્ટ મેચ રમશે નહીં. 

દરેક ટીમ પ્રત્યેક સિરીઝમાં વધુમાં વધુ 120 પોઈન્ટ હાસિલ કરી શકે છે અને લીગ સ્તરના અંતમાં ટોપ 2 ટીમો ફાઇનલ રમશે. ફાઇનલ મુકાબલો જૂન  2011ના ઈંગ્લેન્ડમાં રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news