Paralympic Games: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ, ડિસ્ક થ્રોમાં વિનોદ કુમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

Paralympic Games: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ, ડિસ્ક થ્રોમાં વિનોદ કુમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે ખુબ શાનદાર રહ્યો છે. આજે ભારતના ખાતામાં ત્રીજો મેડલ આવી ગયો છે. ડિસ્ક્સ થ્રો F52 કેટેગરીમાં ભારતના વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે અને ભારતને ત્રીજો મેડલ મળ્યો છે. આ પહેલા ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ નિષાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. 

વિનોદ કુમારે ડિસ્કસ થ્રોની F52 કેટેગરીમાં 19.98 મીટરના થ્રોની સાથે એશિયન રેકોર્ડ પોતાના નામે કર્યો. વિનોદે પોતાના છ પ્રયાસમાં 17.46 મીટરના થ્રોની સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 18.32 મીટર, 17.80 મીટર, 19.20 મીટર, 19.91 મીટર અને 19.81 મીટરનો થ્રો કર્યો. જેમાં તેનો પાંચમો થ્રો 19.91 મીટર સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો. આ સાથે તેણે એશિયન રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

નિષાદ કુમારે જીત્યો સિલ્વર મેડલ
નિષાદ શરૂાતથી જ સારા ફોર્મમાં જોવા મળ્યો અને તેના પ્રથમ પ્રયાસમાં જ 2.02 મીટરનો કૂદકો લગાવ્યો હતો. ત્યારબાદ ભારતના આ પેરા એથ્લીટે 2.06 મીટરના જમ્પને બીજો પ્રયાસમાં પાર કરી નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે. નિષાદ 2.09 મીટરના જમ્પના ત્રણેય પ્રયાસમાં નિષ્ફળ રહ્યો, જેના કારણે તેનું ગોલ્ડ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું છે. નિષાદ તે ખેલાડીઓમાંથી એક હતો, જેની પાસે ભારતને મેડલની આશા હતી. 

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ
મહત્વનું છે ટે ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતના નામે ત્રણ મેડલ થઈ ગયા છે. વિનોદ કુમાર પહેલા નિષાદ કુમારે દેશને હાઈ જમ્પમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ પહેલા આજે સવારે ભાવિનાબેન પટેલે મહિલાઓની સિંગલ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news