IND-PAK ફેન્સ માટે ખરાબ સમાચાર, T20 WC ની મેચ પહેલાં BCCI એ લીધો ચોંકાવનારો નિર્ણય
India Tour Of Pakistan: મુંબઇમાં થયેલી બીસીસીઆઇની એજીએમમાં એશિયા કપ 2023 માટે એક મોટો નિર્ણય લીધો છે. ટી20 વર્લ્ડ કપના મેચ પહેલાં બંને દેશોના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
BCCI On India Tour Of Pakistan: ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) માં 23 ઓક્ટોબરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) આમને-સામને હશે. આ મેચ પહેલાં બંને જ દેશોના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 18 ઓક્ટોબરના રોજ મુંબઇ વાર્ષિક સામાન્ય બેઠક (AGM) માં મોટો નિર્ણય લીધો છે.
IND-PAK ફેન્સ માટે ખરાબ સમાચાર
એશિયન ક્રિકેટ કાઉંસિલ (ACC) ના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું કે એશિયા કપ 2023 માટે ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહી કરે. સચિન જય શાહે મુંબઇમાં થયેલી બીસીસીઆઇની એજીએમ બાદ આ વાતની પુષ્ટિ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 ની મેજબાની પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (પીસીબી) કરશે, એવામાં જય શાહે કહ્યું કે આગામી વર્ષે એશિયા કપ ન્યૂટ્રલ વેન્યૂ પર હશે.
તાજેતરમાં જ આ ટીમોએ કર્યો પાકિસ્તાનનો પ્રવાસ
ઇગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇંડીઝ અને શ્રીલંકાએ ગત કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ટીમ ઇન્ડીયા પણ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. ભારતીય ટીમ વર્ષ 2008 બાદ જ પાકિસ્તાન રમવા ગઇ નથી. 2008 એશિયા કપ માટે ભારતીય ટીમ છેલ્લીવાર પાકિસ્તાન ગઇ હતી. ક્રિકબઝના સમાચાર અનુસાર જય શાહે કહ્યું કે 'એશિયા કપના વેન્યૂને લઇને અમે નિર્ણય લીધો છે કે ટીમ ઇન્ડીયા પાકિસ્તાન નહી જાય.' બંને પડોશી દેશોએ છેલ્લીવાર 2012 માં સીમિત ઓવરોની બાઇલેટરલ સીરીઝ રમી હતી. જ્યારે પાકિસ્તાને ત્રણ ટી20 ઇન્ટરનેશનલ અને એટલી જ વનડે મેચો માટે ભારતની યાત્રા કરી હતી.
એશિયા કપ 2022 પણ ન્યૂટ્રલ વેન્યૂ પર થયો
એશિયા કપ 2022 ની મેજબાની શ્રીલંકાને સોંપવામાં આવી હતી, પરંતુ રાજકીય સ્થિતિ ઠીક ન હોવાના કારણે આ ટૂર્નામેન્ટ ન્યૂટ્રલ વેન્યૂ યૂએઇમાં રમાઇ હતી. તમને જણાવી દઇએ કે એશિયા કપ 2023 50 ઓવરમાં ફોર્મેટમાં રમાશે અને આ વખતે પણ આ ટૂર્નામેન્ટ ન્યૂટ્રલ વેન્યૂ પર જોવા મળી શકે છે. પાકિસ્તાનને આગામી 3 વર્ષમાં આઇસીસીની બે મોટી ઇવેન્ટની મેજબાની પણ મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે