કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે રમાશે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી20ની ફાઇનલ
કર્ણાટકે ગ્રુપ બીમાં વિદર્ભને ચાર બોલ બાકી રહેતા 6 વિકેટે હરાવ્યું જ્યારે મહારાષ્ટ્રએ ગ્રુપ એમાં રેલવેને 21 રને પરાજય આપ્યો હતો.
Trending Photos
ઈન્દોરઃ કર્ણાટક અને મહારાષ્ટ્રએ મંગળવારે અહીં પોત-પોતાના ગ્રુપ મેચ જીતીને સૈયદ મુશ્કાત અલી ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશ કર્યો જેમાં બંન્ને ટીમો 14 માર્ચે આમને-સામને હશે. કર્ણાટકે ગ્રુપ બીમાં વિદર્ભને ચાર બોલ બાકી રહેતા 6 વિકેટે હરાવ્યું જ્યારે મહારાષ્ટ્રએ ગ્રુપ-એમાં રેલવે પર 21 રનથી વિજય મેળવ્યો હતો. બંન્ને ટીમો સુપર લીગના પોતાના ગ્રુપમાં 4-4 જીતની સાથે 16-16 પોઈન્ટ લઈને ટોપ પર રહી છે.
વિદર્ભને બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદઅપૂર્વ વાનખેડે (અણનમ 56 રન)ની અડધી સદીની મદદથી 7 વિકેટ પર 138 રન બનાવ્યા હતા. તેના માત્ર બે બેટ્સમેનો બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. ફોર્મમાં ચાલી રહેલી કર્ણાટકની ટીમે આ લક્ષ્ય 19.2 ઓવરમાં 4 વિકેટ પર 140 રન બનાવીને હાસિલ કર્યો હતો. કેપ્ટન મનીષ પાંડેએ અણનમ 49 અને રોહન કદમે 39 રન બનાવ્યા હતા.
તો ગ્રુપ એના મેચમાં મહારાષ્ટ્રએ પ્રથમ બેટિંગ કરતા નિખિલ નાયકના અણનમ 95 અને નૌશાદ શેખના 59 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ પર 177 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ તેના બોલરોએ રેલવેની ટીમને 20 ઓવરમાં 156 રનમાં આઉટ કરી દીધી હતી. મહારાષ્ટ્રના સમદ ફલાહે 37 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા જ્યારે એસએસ બચ્ચાવ, જી હિમગાનેકર અને નૌશાદ શેખ બે-બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે