એક સમયે ભારત માટે અંડર-19માં રમ્યો હતો, આજે બની ગયો અમેરિકાની ક્રિકેટ ટીમનો કેપ્ટન
તે અંડર-19 વર્લ્ડ કપ બાદ બે વર્ષથી પૂરતા ગંભીરતાથી ક્રિકેટ રમતો રહ્યો. પંરતુ તેનું કરિયર આગળ વધી રહ્યું ન હોય તેવું લાગી રહ્યું હતું. તેના બાદ તેણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી લેવાનો નિર્ણય કર્યો. તેના બાદ તે ક્રિકેટ છોડીને અમેરિકા જતો રહ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : ભારત માટે અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર સૌરભ નેત્રવલકર હવે અમેરિકન ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન બન્યો છે. તે ઓમાનમાં રમાનાર આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવીઝન-3 ટુર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે. આ ટુર્નામેન્ટ 2023માં યોજાનાર વર્લ્ડ કપનું ક્વાલિફાયર છે. નેત્રવલકરને ગત મહિને અમેરિકન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેને 36 વર્ષના ઈબ્રાહીમ ખલીલની જગ્યાએ ટીમનું નેતૃત્વ સોંપાયું છે. હૈદરાબાદમાં જન્મેલ ઈબ્રાહીમ ભારતમાં હૈદરાબાદ અને આઈસીએલ માટે રમ્યા બાદ અમેરિકામાં સેટલ્ડ થયા હતા.
ડાબા હાથથી નાંખે છે તેજ બોલ
27 વર્ષના સૌરભ નેત્રવલકર ડાબા હાથથી રમતો તેજ બોલર છે. તે 2010માં રમાયેલ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. તેણે ત્યારે ટુર્નામેન્ટમાં 6 મેચમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. નેત્રવલકરે તેના બાદ મુંબઈના કૂચ બિહાર ટ્રોફીમાં ભાગ લીધો હતો. તે રણજી પણ રમ્યો હતો. પરંતુ તેના બાદ ભારત છોડીને અમેરિકા સ્થાયી થયો હતો.
અભ્યાસ માટે છોડ્યું ક્રિકેટ
નેત્રવલકરે એક અંગ્રેજી ન્યૂઝપેપરને જણાવ્યું કે, તે અંડર-19 વર્લ્ડ કપ બાદ બે વર્ષથી પૂરતા ગંભીરતાથી ક્રિકેટ રમતો રહ્યો. પંરતુ તેનું કરિયર આગળ વધી રહ્યું ન હોય તેવું લાગી રહ્યું હતું. તેના બાદ તેણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી લેવાનો નિર્ણય કર્યો. તેના બાદ તે ક્રિકેટ છોડીને અમેરિકા જતો રહ્યો હતો. અમેરિકામાં તેણે માસ્ટર ડિગ્રી લીધી. આ દરમિયાન તે શોખથી રમતો હતો.
શોએબ મલિકની કેપ્ટનશિપમાં રમ્યો છે
નેત્રવલકર લોસ એન્જેલસમાં 50 ઓવરની મેચ રમતો હતો. આ દરમિયાન અમેરિકન સિલેક્શન કમિટની નજર તેના પર પડી હતી. બાદમાં તેની પ્રોફેશનલ ક્રિકેટર બનવાની સફર સરળ બની ગઈ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં તે અમેરિકન ટીમ માટે પસંદ થયો હતો. પોતાના સારા પરફોર્મન્સને કારણે તેને અમેરિકામાં પણ ઓળખ મળી અને તે વેસ્ટ ઈન્ડીઝમાં થનારી ટી-20 લિગની ગુયાના એમેઝન વોરિયર્સની ટીમ માટે સિલેક્ટ કરાયો હતો. આ ટીમનો કેપ્ટન પાકિસ્તાનો શોએબ મલિક હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે