DC vs SRH: IPL ફાઇનલમાં ન પહોંચી શકવું શરમજનક, પરંતુ પ્રદર્શન પર ગર્વઃ વિલિયમસન
સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson)નું કહેવુ છે કે આઈપીએલ ફાઇનલમાં ન પહોંચી શકવુ શરમજનક રહ્યુ પરંતુ ટૂર્નામેન્ટના શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ પ્લેઓફમાં પહોંચવુ તેની ટીમ આ વાપસી પર ગર્વ કરી શકે છે.
Trending Photos
અબુધાબીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson)નું કહેવુ છે કે આઈપીએલ ફાઇનલમાં ન પહોંચી શકવુ શરમજનક રહ્યુ પરંતુ ટૂર્નામેન્ટના શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ પ્લેઓફમાં પહોંચવુ તેની ટીમ આ વાપસી પર ગર્વ કરી શકે છે.
વિલિયમસનનના 67 રન છતાં દિલ્હી કેપિટલ્સે બીજી ક્વોલિફાયરમાં હૈદરાબાદ (Sunrisers Hyderabad)ને 17 રને હરાવી આઈપીએલ (IPL Final)મા જગ્યા બનાવી હતી.
Another season to be proud of 🧡#OrangeArmy #KeepRising #IPL2020 pic.twitter.com/ZypmVUBPVS
— SunRisers Hyderabad (@SunRisers) November 9, 2020
વિલિયમસને મેચ બાદ પત્રકાર પરિષદમાં કહ્યુ, દિલ્હીની ટીમ ખુબ સારી છે. તે પોતાની લય હાસિલ કરવાનો પ્રયાસમાં હતી અને આ મેચમાં તેમ કરવામાં સફળ રહી.
તેમણે કહ્યુ, લક્ષ્યનો પીછો કરતા જોખમ લેવું જરૂરી હતું. અમારી શરૂઆત ખરાબ રહી પરંતુ વચ્ચે અમે ભાગીગારી બનાવવામાં સફળ રહ્યા હતા. આઈપીએલ ફાઇનલ ન રમવી શરમજનક છે. પરંતુ અમારી ટીમે છેલ્લા ત્રણ સપ્તાહમાં જે પ્રદર્શન કર્યું તેના પર ગર્વ કરી શકે છે.
Hyderabad is our family. It's my second home: @SunRisers Captain @davidwarner31 🧡🧡#Dream11IPL pic.twitter.com/vbgiz2veI2
— IndianPremierLeague (@IPL) November 8, 2020
તેમણે કહ્યું, અમે શરૂઆતમાં કેટલીક મેચ ગુમાવી. દરેક ટીમ એટલી મજબૂત છે કે ભૂલની કોઈ તક રહેતી નથી. અમને અમારી લય મેળવવામાં સમય લાગ્યો, તેણે કહ્યું, આ સીઝન સારી રહી. યુવા અને અનુભવી ખેલાડીઓનો સારો તાલમેલ હતો. યુવાનોને ઘણી તક મળી જે તેના અને ટીમના ભવિષ્ય માટે સારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે