VIDEO : 4, 4, 4, 4, 4... સરફરાઝ ખાને ચોગ્ગા પર ચોગ્ગા ફટકાર્યા, બોલરની બગાડી દીધી લાઇન-લેન્થ
Duleep Trophy 2024: ઋષભ પંત અને વિરાટ કોહલીની વાપસીથી ટીમમાં સરફરાઝને ટીમમાં સ્થાન મળશે કે નહીં એ પર એક પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થઈ ગયું છે. હવે જોવાનું એ રહે છે કે તેની 46 રનની ઇનિંગ પસંદગીકારોને કેટલી પ્રભાવિત કરી શકે છે.
Trending Photos
Duleep Trophy 2024માં ભારત A વિરૂદ્ધ પ્રથમ ઇનિંગમાં ખરાબ રીતે ફ્લોપ ગયેલો સરફરાઝ ખાન બીજી ઇનિંગમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત A અને ભારત B વચ્ચે ચાલી રહેલી મેચ અત્યાર સુધી ટીમના પ્રયત્નોને બદલે વ્યક્તિગત પ્રતિભાની રમત રહી છે.
ઈન્ડિયા બીની પ્રથમ ઈનિંગમાં સરફરાઝના નાના ભાઈ મુશીર ખાને શાનદાર 181 રન બનાવ્યા અને પોતાની ટીમને 321 રન સુધી પહોંચાડી હતી. આ યુવાને સચિન તેંડુલકરના રેકોર્ડને તોડીને દુલીપ ટ્રોફી ડેબ્યૂમાં ચોથો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવી દીધો હતો. હવે બીજી ઈનિંગમાં રમતને આગળ લઈ જવાની જવાબદારી સરફરાઝ ખાન માથે હતી.
સરફરાઝ ખાને 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે આકાશદીપની ઓવરમાં સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ બોલ ડોટ રમ્યા બાદ તેણે ઓવરના આગામી પાંચ બોલ પર એક પછી એક અનેક શાનદાર શોટ રમ્યા હતા.
4⃣4⃣4⃣4⃣4⃣
Sarfaraz Khan on 🔥
He hits five fours in an over, off Akash Deep!
What delightful strokes 👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/AWE5JhJiuS
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
ઈન્ડિયા Bની બીજી ઈનિંગની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે યશસ્વી જયસ્વાલ અને મુશીર ખાન બંનેની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. મુશીરે પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. તે બીજી ઈનિંગમાં 0 રન પર આઉટ થઈ ગયો હતો અને ટીમે 22 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સરફરાઝે રિષભ પંત સાથે મળીને મેચને આગળ વધારવાની જવાબદારી સંભાળી હતી.
રસપ્રદ વાત એ છે કે, બંને બેટ્સમેનો આક્રમક રમત દાખવી હતી અને બાઉન્ડ્રીની સાથે શરૂઆત કરી હતી. સરફરાઝ ખાસ કરીને આકાશ દીપ સામે એટેકિંગ મોડમાં હતો, તેણે પોતાના સ્ટ્રોક મેકિંગ અને આત્મવિશ્વાસપૂર્ણ શોટ્સ વડે દરેકનું દિલ જીતી લીધું હતું.
બાંગ્લાદેશ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડ પછી થવા જઈ રહી છે, તેથી સરફરાઝે ટીમમાં પોતાની ઉપયોગીતા સાબિત કરવા માટે આ ઈનિંગ રમી છે. આ વર્ષની શરૂઆતમાં થયેલી ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન તેને ભારતીય જર્સીમાં પ્રથમ વખત એક્સપોઝર મળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે