IPL 2023: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર, જાણો મેચની તમામ વિગતો
RCB vs MI 2023: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs MI) વચ્ચે રમાનારી મેચને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે.
Trending Photos
Mumbai Indians vs Royal Challengers Bangalore: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે (2 એપ્રિલ) બે મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. તે જ સમયે, બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB vs MI)ની ટીમો આમને-સામને થશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ચાલો જાણીએ કે આ મેચ દરમિયાન હવામાનની શું સ્થિતિ રહેશે.
કેવું રહેશે ચિન્નાસ્વામીનું હવામાન?
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચ દરમિયાન બેંગલુરુનું હવામાન સામાન્ય રહેવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બેંગલુરુનું તાપમાન આજે 20 થી 33 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. સાથે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.
મુંબઈ ઈન્ડિયન્સનો પલડો ભારી
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13 અને મુંબઈએ 17 મેચ જીતી છે. બીજી તરફ જો છેલ્લી 5 મેચોની વાત કરીએ તો આ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તે આ 5 મેચમાંથી માત્ર એક જ જીતવામાં સફળ રહી છે. તે જ સમયે, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં, ચાહકોનો એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
આ પણ વાંચો
વિકાસ તો માત્ર મોંઘવારીનો જ થયો, રોજ વપરાતી વસ્તુઓના આટલા વધ્યા ભાવ
મેષ રાશિમાં 12 વર્ષ બાદ ગુરૂનું ગોચર, ચતુર્ગ્રહી યોગથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
આજે તમારું ભાગ્ય સાથ આપશે કે નહિ, આજનો દિવસ કેવો જશે તે જાણીને બીજા કામ કરજો
ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું?
મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. તમે આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ વિવિધ ભાષાઓમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર જોઈ શકો છો. તે જ સમયે, આ મેચને Jio સિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર મફતમાં સ્ટ્રીમ કરી શકો છો.
IPL 2023 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ
ફાફ ડુ પ્લેસિસ (સી), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરાંગા, દિનેશ કાર્તિક (વિકેટ), શાહબાઝ અહેમદ, રજત પાટીદાર, અનુજ રાવત, આકાશ દીપ, જોશ હેઝલવુડ, મહિપાલ લોમરોર, ફિન એલન, સુયશ પ્રભુદેસાઈ, કર્ણ શર્મા, સિદ્ધાર્થ કૌલ, ડેવિડ વિલી, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, મનોજ ભાંડગે, રાજન કુમાર, અવિનાશ સિંહ, સોનુ યાદવ, માઈકલ બ્રેસવેલ.
IPL 2023 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ:
રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, જોફ્રા આર્ચર, ટિમ ડેવિડ, મોહમ્મદ અરશદ ખાન, રમનદીપ સિંહ, ઋત્વિક શોકીન, અર્જુન તેંડુલકર, ટ્રીસ્ટન સ્ટબ્સ, કુમાર કાર્તિકેય, જેસન બેહરેનડોર્ફ, આકાશ મધવાલ, કેમરૂન ગ્રીન, જ્યે રિચર્ડસન, પીયૂષ ચાવલા, ડ્વેન જોન્સન, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, નેહલ વાઢેરા, રાઘવ ગોયલ.
આ પણ વાંચો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે