પહેલવનોનાં પરિવારમાંથી આવેલા મેરઠનાં ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર લેશે સંન્યાસ
પ્રવીણ કુમારને ટીમ ઇન્ડિયાના વર્ષ 2011માં ઇંગ્લેન્ડ ટૂર માટે યાદ કરવામાં આવે છે, જ્યાં તેઓ બેસ્ટ બોલર રહ્યાં હતા
Trending Photos
નવી દિલ્હી: પોતાના 13 વર્ષના ક્રિકેટ કરિયરને આરામ આપતા મેરઠના ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે ક્રિકેટની બધા બંધારણોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પ્રવીણ કુમાર ગત કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાની બહાર રહેતા હતા. બોલીંગમાં પેસ સૌથી ઝડપી ના હોવા છંતા પ્રવીણ કુમારને તેની સ્વિંગ ક્ષમતાઓને લીધે ટીમ ઇન્ડિયામાં સ્થાન આપ્યું અને ઘણી તકો પર નિયમિત બોલરોને ઇજાઓ થયા પછી તક મળવા પર પોતાને સાબિત કરે છે.
પ્રવીણ કુમારને ટીમ ઇન્ડિયાના વર્ષ 2011માં ઇંગ્લેન્ડ ટૂર માટે યાદ કરવામાં આવે છે, જ્યાં તેઓ બેસ્ટ બોલર રહ્યાં હતા. તેમનું નામ લોર્ડ્સ કે ઓનર બોર્ડમાં લખવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુમારે ઓસ્ટ્રેલીયાની સામે 2007-2008માં સીબી સીરીઝ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તમને શાનદાર બોલિંગ કરી ટીમ ઇન્ડિયાને મેચ જીતાડી હતી.
દિલથી રમો, દિલથી બોલિંગ કરો
પ્રવીણ હવે બોલિંગ કોચ બનાવવાની ઇચ્છા રાખે છે. મીડિયા રોપોર્ટના જણાવ્યા અનુસાર કુમારે કહ્યું કે, મને કોઇ દુ:ખ નથી. દિલથી રમ્યો, દિલથી બોલિંગ કરી, ઉત્તર પ્રદેશમાં હવે ઘણા નવા સારા બોલર આવી રહ્યા છે. હું તેમની કારકિર્દીને પ્રભાવિત કરવા નથી માંગતો. હું રમીશ તો એક જગ્યા જશે. મહત્વ આ છે કે આગળના માટે બીજા બોલર્સના વિશે વિચારવું જોઇએ. મારો સમય પુરો થઇ ગયો છે અને તે હું સ્વિકાર કરુ છું. હું ખુશ છું અને ભગવાનના આભાર માનું છું કે તેમણે મને આ તક આપી.
કુમારે કહ્યું, ‘હું બોલિંગ કોચ બનવા માંગુ છું. લોકો જાણે છે કે મને તેનું જ્ઞાન છે. મને લાગે છે કે આ ક્ષેત્રમાં હું દિલથી કામ કરી શકું છુ, હું મારો અનુભવ યુવાનોને આપવા માંગુ છું.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે