World Cup 2019: પાકને ઝટકો, કેપ્ટન સરફરાઝ અને ટીમે ભરવો પડશે દંડ

મેચ દરમિયાન આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા માટે ઈંગ્લેન્ડના જેસન રોય અને ઓલરાઉન્ડર જોફ્રા આર્ચરની 15 ટકા મેચ ફી કાપવામાં આવી છે. 
 

World Cup 2019: પાકને ઝટકો, કેપ્ટન સરફરાઝ અને ટીમે ભરવો પડશે દંડ

નોટિંઘમઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહદમ પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વકપ-2019ની પોતાની બીજી મેચમાં ધીમી ઓવર હતિને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. સરફરાઝની 20 ટકા મેચ ફી, જ્યારે તેના સાથિોની 10 ટકા મેચ ફી કાપવામાં આવશે. 

પાકિસ્તાને નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી, તેથી કેપ્ટન સહિત તમામ ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. હાલની સ્પર્ધામાં પાકિસ્તાને પોતાની પ્રથમ જીત મેળવતા યજમાન ટીમને 14 રનથી પરાજય આપ્યો હતો. 

આ સિવાય મેચ દરમિયાન આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા માટે ઈંગ્લેન્ડના જેસન રોય અને ઓલરાઉન્ડર જોફ્રા આર્ચરની પણ 15 ટકા મેચ ફી કાપવામાં આવી છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) અનુસાર સોમવારે મેચ દરમિયાન જેસન અભદ્ર ટિપ્પણી કરતા સાંભળવા મળ્યો હતો. ઘટના પાકિસ્તાનની ઈનિંગની 14મી ઓવરમાં થઈ જ્યારે રોયે ખરાબ ફીલ્ડિંગ બાદ અભદ્ર ટિપ્પણી કરી જે અમ્પાયરોએ સાંભળી લીધી હતી. 

આર્ચર પર અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે. તેને પાકિસ્તાનની ઈનિંગની 27મી ઓવરમાં એક વાઇડ બોલ કર્યા બાદ નારાજગી વ્યક્ત કરી હતી. બંન્ને ખેલાડીઓની 15-15 ટકા મેચ ફી કાપવા સિવાય, તેના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news