વન-ડે અને T-20 સીરિઝ સમાપ્ત, હવે જાણો શું છે IND Vs AUS ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ

ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયાની વચ્ચે વન-ડે અને ટી-20 મેચની સીરિઝ પૂરી થઈ ગઈ છે. તેના પછી હવે બંને દેશની વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝ રમાવાની છે. જેની શરૂઆત 17 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.
 

વન-ડે અને T-20 સીરિઝ સમાપ્ત, હવે જાણો શું છે IND Vs AUS ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ

નવી દિલ્લી: ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝ રમાઈ. જેમાં બે વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો અને એક મેચમાં ભારતનો વિજય થયો. જ્યારે ટી-20 સીરિઝમાં ભારતે બદલો લેતાં ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાજય આપ્યો. હવે બંને દેશોની વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝ જ સૌથી મહત્વની છે. કેમ કે તે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત રમાવાની છે જેની શરૂઆત 17 ડિસેમ્બરથી થઈ રહી છે.

ભારત ને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત ડે-નાઈટ ટેસ્ટથી થશે. જે એડિલેડમાં 17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પહેલી વાર પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટ હશે. આ પહેલાં બંને ટીમ પિંક બોલથી ટેસ્ટ મેચ રમી ચૂકી છે. પરંતુ પહેલી વાર બંને ટીમનો ડે-નાઈટ ટેસ્ટમાં આમનો-સામનો થશે. આ સિવાય ભારતીય ટીમ પહેલીવાર વિદેશની જમીન પર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ મેચ પછી ભારત પાછો ફરશે.

અજિંક્ય રહાણે કેપ્ટનશીપ સંભાળશે:
સીરિઝની બીજી ટેસ્ટ મેચ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ હશે. જે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે એમસીજીમાં રમાશે. આ ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે ટીમનો કેપ્ટન હશે. તેના પછી બંને દેશ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. જ્યારે સીરિઝની અને પ્રવાસની છેલ્લી મેચ 15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી બ્રિસબેનના ગાબામાં રમાશે.

કયા સમયે રમાશે ટેસ્ટ મેચ:
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાનારી આ ટેસ્ટ સીરિઝના સમયની વાત કરીએ તો ડે-નાઈટ ટેસ્ટ મેચ અલગ સમય પર શરૂ થશેય પરંતુ બીજી અને ત્રીજી મેચ એક જ સમયે શરૂ થશે. જ્યારે ચોથી મેચના સમયમાં પણ ફેરફાર છે. ભારતીય સમય પ્રમાણે 17 ડિસેમ્બરથી શરૂ થનારી ડે-નાઈટ મેચ સવારે સાડા નવ કલાકે શરૂ થશે. જ્યારે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 5 કલાકથી શરૂ થશે. જ્યારે છેલ્લી મેચ સવારે સાડા પાંચ કલાકે શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news