world cup 2019: અત્યાર સુધી અજેય રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ આજે વિન્ડીઝ સામે ટકરાશે
વેસ્ટ ઈન્ડિઝની ટીમે સેમીફાઇનલની રેસમાં ટકી રહેવા માટે આજે ન્યૂઝીલેન્ડ સામે ફરજીયાત જીત મેળવવી પડશે.
Trending Photos
માનચેસ્ટરઃ વેસ્ટ ઈન્ડિઝની ટીમ શરૂમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ સાતત્યતા જાળવવામાં નિષ્ફળ રહી અને હવે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી અને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ વિરુદ્ધ શનિવારે અહીં વિશ્વકપ મેચ તેના માટે કરો યા મરો સમાન બની ગઈ છે.
વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને પોતાના વિશ્વ કપ અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો, પરંતુ ત્યારબાદ કેરેબિયન ટીમ સારૂ પ્રદર્શન ન કરી શકી તથા તેણે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો, જ્યારે આફઅરિકા વિરુદ્ધ તેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝના અત્યારે માત્ર ત્રણ પોઈન્ટ છે અને તેણે સેમીફાઇનલની આશા જીવંત રાખવા તેણે તમામ મેચોમાં વિજય મેળવવો પડશે.
બાંગ્લાદેશ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝે મોટા સ્કોર છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. ક્રિસ ગેલને છોડીને તમામ બેટ્સમેનોએ સારૂ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેના બોલરો સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. બેટિંગમાં પણ ઇવિન લુઇસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર અને કેપ્ટન જેસન હોલ્ડપે જવાબદારી સંભાળી રાખી છે, પરંતુ ગેલ અને આંદ્રે રસેલે ટીમને નિરાશ કર્યાં છે. વેસ્ટ ઈન્ડિઝ અત્યાર સુધી અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શકી નથી. તેણે જીત મેળવવી હશે તો શેલ્ડન કોટરેલ, શેનોન ગેબ્રિયલ અને ઓશાને થોમસે સારૂ પ્રદર્શન કરવું પડશે. તેણે ન્યૂઝીલેન્ડને રોકવું પડશે, જેણે અત્યાર સુધી પાંચ મેચોમાં ચારમાં જીત, જ્યારે ભારત વિરુદ્ધ તેની મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડના નવ પોઈન્ટ છે. તેણે અત્યાર સુધી શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને આફ્રિકાને હરાવ્યું છે. આફ્રિકા વિરુદ્ધ પાછલી મેચમાં તેની ટીમ લક્ષ્યનો પીછો કરતા મુશ્કેલીમાં આવી, પરંતુ કેપ્ટન કેન વિલિયમસનની અણનમ સદીની મદદથી જીત મેળવવામાં સફળ રહી હતી. કોલિન ડિ ગ્રાન્ડહોમે પણ 60 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ વિલિયમસન પોતાના અન્ય સાથીઓ માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, રોસ ટેલર અને ટોમ લાથમ પાસે પણ મોટી ઈનિંગની આશા રાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે