ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'

MS Dhoni: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિરુદ્ધ ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડ એક્શનમાં જોવા મળી રહ્યું છે. તેના હરમુ રોડના આવાસનો કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગ કરવાનો આરોપ હતો. જેના માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'

MS Dhoni: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ખૂબ જ નિયમનું પાલન કરનાર વ્યક્તિ છે, પછી તે મેદાન પર હોય કે મેદાનની બહાર. પરંતુ હવે ધોનીને લઈને એક મોટો મામલો સામે આવ્યો છે. ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડે ધોની વિરુદ્ધ તેના હરમુ રોડના નિવાસસ્થાનનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે કરવા બદલ કાર્યવાહી શરૂ કરી છે.

શું છે મામલો?
બોર્ડના જણાવ્યા અનુસાર રહેણાકની જમીનનો બિન-રહેણાક હેતુ માટે ઉપયોગ કરવો તેના નિયમોનું ઉલ્લંઘન છે. પરંતુ ધોનીના હરમુના ઘરે ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવાના સમાચારે વેગ પકડ્યો. જે બાદ બોર્ડે તપાસના આદેશ આપ્યા હતા. બોર્ડ તપાસ કરશે કે આ નિયમ મુજબ થઈ રહ્યું છે કે તેની વિરુદ્ધ. જો તપાસમાં ખાતરી થાય કે રહેણાકની જમીનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે તો કડક કાર્યવાહી થઈ શકે છે.

બોર્ડના ચેરમેને સમજાવ્યો કાયદો 
ઇન્ડિયા ટુડે અનુસાર બોર્ડના અધ્યક્ષ સંજય લાલ પાસવાને જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા રહેણાક પ્લોટનો ઉપયોગ માત્ર રહેણાક હેતુઓ માટે જ થઈ શકે છે અને આમાંથી કોઈપણ વિચલન ગેરકાયદેસર માનવામાં આવે છે. નોંધનીય છે કે, ધોની હવે તે ઘરમાં નથી રહેતો.

નવા ઘરમાં શિફ્ટ થયો માહી 
ધોની હાલમાં સિમલિયા રિંગ રોડ પરના તેના નવા ઘરમાં શિફ્ટ થયો છે. અગાઉ માહી હરમુ રોડ પરના ઘરે રહેતો હતો. રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, જૂની મિલકત પર ડાયગ્નોસ્ટિક લેબની સ્થાપના કરવામાં આવી છે, જેના પગલે હાઉસિંગ બોર્ડ એક્શનમાં જોવા મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news