ભારતીય વાયુસેનામાં રાફેલની એન્ટ્રીથી ધોની ઉત્સાહિત, ટ્વિટર પર વ્યક્ત કરી ખુશી


ભારતીય વાયુ સેનામાં રાફેલ લડાકૂ વિમાન ઔપચારિક રૂપથી થયું સામેલ, લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોનીએ ટ્વીટ કરીને આપી શુભેચ્છા.
 

ભારતીય વાયુસેનામાં રાફેલની એન્ટ્રીથી ધોની ઉત્સાહિત, ટ્વિટર પર વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેના (Indian Air Force) માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. ફ્રાન્સથી ખરીદવામાં આવેલા પાંચેય રાફેલ લડાકૂ વિમાન જે વિશ્વના સૌથી આધુનિક લડાકૂ વિમાનોમાંથી એક છે તેને ઔપચારિક રૂપે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. તેને લઈને અંબાલા એરબેઝ પર રાફેલના ઇંડક્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્ટ પાર્લી પણ હાજર રહ્યાં હતા. 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ આ વાત પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. ધોનીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યુ છે, 'જંગમાં ખુદને સાબિત કરી ચુકેલા વિશ્વના સર્વશ્રેષ્ઠ 4.5 જનરેશનના લડાકૂ વિમાનોને સામેલ થયાની સાથે તેને વિશ્વના સૌથી સારા ફાઇટર પાયલટ પણ મળી ગયા છે. આપણા કાબિલ પાયલટોના હાથ અને ભારતીય વાયુ સેનાના અલગ-અલગ વિમાનો વચ્ચે આ વિમાનની તાકાત વધુ વધશે.'

— Mahendra Singh Dhoni (@msdhoni) September 10, 2020

આ સિવાય માહીએ વધુ એક ટ્વીટ કર્યું અને લખ્યુ છે કે, વાયુ સેનાના ગોલ્ડન એરો સ્ક્વાડ્રનમાં રાફેલ સામેલ થવા પર શુભેચ્છા. અમે આશા કરીએ કે રાફેલ મિરાજ-2000ને પાછળ છોડી દેશે પરંતુ સુખોઈ મારૂ હજુ પણ પસંદગીનું છે. હવે જવાનોને ડોગફાઇટ માટે વધુ એક નવુ લક્ષ્ય મળી ગયું છે. 

— Mahendra Singh Dhoni (@msdhoni) September 10, 2020

મહત્વનું છે કે એમએસ ધોની ઈન્ડિયન ટેરોટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલ પણ છે. તેમને 2011મા આ રેન્ક આપવામાં આવ્યું હતું અને તેના માટે ઘણીવાર અભ્યાસ પણ કરી ચુક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news