બોલ પર લાળનો ઉપયોગ પ્રતિબંધિત કરો, ક્રિકેટ કમિટીએ આઈસીસીને કરી ભલામણ


ક્રિકેટ મેચ દરમિયાન હવે ખેલાડી તમને બોલ પર લાળનો ઉપયોગ કરતા જોવા મળશે નહીં. કોવિડ-19ના ખતરા બાદ ક્રિકેટ બીજીવાર શરૂ થશે તો બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો હતો. 

બોલ પર લાળનો ઉપયોગ પ્રતિબંધિત કરો, ક્રિકેટ કમિટીએ આઈસીસીને કરી ભલામણ

નવી દિલ્હીઃ ક્રિકેટમાં બોલની શાઇન ચમકાવવા માટે વર્ષોથી ઉપયોગ થનારી લાળ કે થૂકના ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે. કોરોના વાયરસ પર નિયંત્રણ બાદ જ્યારે પણ ક્રિકેટ બીજીવાર શરૂ થશે તો ખેલાડીઓને સંક્રમણથી બચાવવા માટે આઈસીસી બોલ પર લાળનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી શકે છે. અનિલ કુંબલેની આગેવાની વાળી ક્રિકેટ કમિટીએ સોમવારે આ ભલામણ કરી છે. 

સોમવારે વીડિયો કોન્ફરન્સથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કમિટીએ એકવાર ફરી પ્રત્યેક મેચમાં અતટસ્થ અમ્પાયરોના નિયમને પરત લેવા પર ભાર આપ્યો છે. કમિટીએ કહ્યું કે, હાલના સમયમાં આપણે બધા અસામાન્ય સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ. આ સમયે કમિટીની આ તમામ ભલામણો વચગાળાની છે, જેથી બધાની સુરક્ષાનો ખ્યાલ રાખી શકાય અને ક્રિકેટને ફરી પાટા પર લાવી શકાય. 

આઈસીસી દ્વારા જારી યાદીમાં અનિલ કુંબલેએ કહ્યુ, બોલની શાઇનને ચમકાવવા માટે લાળનો ઉપયોગ, ખાસ કરીને લાલ બોલ ફોર્મેટમાં થાય છે, જેથી બોલને સ્વિંગ કરાવવામાં મદદ મળે છે પરંતુ આમ કરવામાં હવે સ્વાસ્થ્ય માટે ખતરો લાગી રહ્યો છે. પાછલા મહિનાથી તે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુરક્ષા માપદંડો હેઠળ આઈસીસી તેને પ્રતિબંધ કરી દેશે. 

ખાલી સ્ટેડિયમમાં રમવું એટલે કન્યા વગર લગ્ન કરવાઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનું નિવેદન

બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધને જો માન્યતા મળે છે તો તે કહી શકાય કે આ ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થશે. પરંતુ આ પરિવર્તન બાદ બોલ અને બેટની આ રમતમાં સંતુલન કેટલું પ્રભાવિત થાય છે તે આવનારો સમય જણાવશે. આ પહેલા માઇકલ હોલ્ડિંગ અને વકાસ યૂનિસ જેવા પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર આ આઇડિયાને બકવાસ ગણાવી ચુક્યા છે. હવે આ ભલામણોને મંજૂરી મળી જાય તો આઈસીસી બોર્ડની સામે રાખવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news