સુરતમાં બે મહિના બંધ રહેલી દુકાનો ખૂલી, પણ કાપડ-હીરા ઉદ્યોગ આજે શરૂ નહિ થાય

લોકડાઉન (Lockdown 4) ના ચોથા તબક્કાની લઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત બાદ આજથી સુરત (surat) શહેર ખૂલ્યું છે. કન્ટેન્મેન્ટ ઝોન બહાર આવતાં ધંધા વેપાર ફરી શરૂ થઈ ચૂક્યા છે. આજથી છૂટછાટો આપવાનું શરૂ થયું છે. હજ્જારોની સંખ્યામાં સુરતીઓ વાહન લઈને રસ્તા પર જોવા મળ્યા છે. સાથે જ લોકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી છે. લોકો પોતાના જરૂરી કામો અને નોકરી પર જતાં દેખાયા.
સુરતમાં બે મહિના બંધ રહેલી દુકાનો ખૂલી, પણ કાપડ-હીરા ઉદ્યોગ આજે શરૂ નહિ થાય

ચેતન પટેલ/સુરત :લોકડાઉન (Lockdown 4) ના ચોથા તબક્કાની લઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત બાદ આજથી સુરત (surat) શહેર ખૂલ્યું છે. કન્ટેન્મેન્ટ ઝોન બહાર આવતાં ધંધા વેપાર ફરી શરૂ થઈ ચૂક્યા છે. આજથી છૂટછાટો આપવાનું શરૂ થયું છે. હજ્જારોની સંખ્યામાં સુરતીઓ વાહન લઈને રસ્તા પર જોવા મળ્યા છે. સાથે જ લોકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી છે. લોકો પોતાના જરૂરી કામો અને નોકરી પર જતાં દેખાયા.

આજથી ગુજરાત લોકડાઉનમુક્ત : આખરે જનજીવન ધબકતુ થયું, લોકોની ગાડી પાટા પર આવી

બે માસથી બંધ પડેલી દુકાનો ખૂલી
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી અલગ-અલગ ગારમેન્ટ સહિતની દુકાનો આજ રોજ ધમધમતી જોવા મળી હતી. છેલ્લા બે માસથી બંધ પડેલી આ દુકાનોમાં વેપારીઓએ વહેલી સવારથી સાફ-સફાઈ કરી ધંધા-વેપારની નવેસરથી શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે કરેલા મહત્વના નિર્ણય બાદ વેપારી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વેપારીઓએ જણાવ્યું કે, હાલ દુકાનો આજથી શરૂ કરવામાં આવી છે. પરંતુ વેપારમાં તેજી આવતાં છ માસ જેટલો સમય લાગી શકે છે. જોકે સરકારે કરેલા નિર્ણયને સૌ આવકારીએ છે.

અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો, લોકડાઉન ખૂલતા જ રસ્તા પર ટ્રાફિક જામ, પાનપાર્લરની દુકાનો પર લાઈન

કન્ટેન્મેન્ટ વિસ્તારો પણ ધમધમતા થયા 
સુરતમાં કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં પણ આજથી દુકાનો શરૂ કરાઇ છે. માન દરવાજાની બહારની મોબાઈલની દુકાનો પણ ખૂલી ગઈ છે. માન દરવાજા વિસ્તારમાં દુકાનો ખોલનાર દુકાનદારોએ કહ્યું કે, માન દરવાજા ટેનામેન્ટમાં જ 250 જેટલા કેસ આવ્યા છે. જોકે, અમને કોઈ પણ પ્રકારની દુકાન બંધ કરવાનો આદેશ નથી આવ્યો. 

લોકડાઉન બાદ વડોદરામાં ચાની કીટલીઓ પણ ખૂલી, રસ્તા પર રીક્ષાઓ દોડતી થઈ 

આજે કાપડ અને હીરા ઉદ્યોગ નહિ શરૂ થાય 
સુરતમાં સૌથી વધુ ધમધમતો વેપાર એટલે કાપડ અને હીરા ઉદ્યોગ. જોકે, લોકડાઉનની છૂટછાટમાં કાપડ અને હીરા ઉદ્યોગ આજે શરૂ નહિ થાય. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. જોકે ઈન્ડસ્ટ્રીઝને કઈ રીતે શરૂ કરવું તેને લઈને અસમંજસ હોવાથી કાપડ અને હીરા ઉદ્યોગ આજે પણ બંધ છે. આજે કલેક્ટર સાથે બેઠક બાદ નીતિનિયમો નક્કી કરાશે અને તેના બાદ જ બંન્ને માર્કેટ શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news