કુલદીપ યાદવે ઇગ્લેંડની ધરતી પર પહેલી જ મેચમાં કર્યો કમાલ, બનાવ્યો આ રેકોર્ડ

ભારત અને ઇગ્લેંડ વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરીઝની પહેલી મેચમાં કુલદીપ યાદવે કમાલની બોલીંગ કરતાં પાંચ વિકેટ લેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ મેચમાં શરૂઆતમાં ઇગ્લેંડના બેટ્સમેન ખાસકરીને જોસ બટલર ભારતીય બોલરો પર હાવી હતા, પરંતુ કુલદીપ યાદવના આવતાં જ ઇગ્લેંડના બેટ્સમેન તેમની ફિરકીમાં ફસાયા કે એક પછી એક પેવેલિયનમાં જવાનો સિલસિલો શરૂ થઇ ગયો. કુલદીપે તો એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી જેમાં જે રૂટને તેમણે ગોલ્ડન ડન એટલે કે પહેલા બોલમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલી દીધો. હવે ભારત માટે ટી-20 વનડે મેચોમાં પાંચ વિકેટ લેનાર ત્રીજા બોલર બની ગયા છે. 
કુલદીપ યાદવે ઇગ્લેંડની ધરતી પર પહેલી જ મેચમાં કર્યો કમાલ, બનાવ્યો આ રેકોર્ડ

મેનચેસ્ટર: ભારત અને ઇગ્લેંડ વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરીઝની પહેલી મેચમાં કુલદીપ યાદવે કમાલની બોલીંગ કરતાં પાંચ વિકેટ લેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ મેચમાં શરૂઆતમાં ઇગ્લેંડના બેટ્સમેન ખાસકરીને જોસ બટલર ભારતીય બોલરો પર હાવી હતા, પરંતુ કુલદીપ યાદવના આવતાં જ ઇગ્લેંડના બેટ્સમેન તેમની ફિરકીમાં ફસાયા કે એક પછી એક પેવેલિયનમાં જવાનો સિલસિલો શરૂ થઇ ગયો. કુલદીપે તો એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી જેમાં જે રૂટને તેમણે ગોલ્ડન ડન એટલે કે પહેલા બોલમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલી દીધો. હવે ભારત માટે ટી-20 વનડે મેચોમાં પાંચ વિકેટ લેનાર ત્રીજા બોલર બની ગયા છે. 

આ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો અને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ઇગ્લેંડની સલામી જોડી જેસન રોય અને જોસ બટલરે ભારતીય ફાસ્ટ બોલરોની સામે ખુલીને રમતાં પહેલી પાંચ ઓવરમાં જ 50 રન બનાવી દીધા. રોયે 30 રન બનાવ્યા અને તે ઉમેશ યાદવનો શિકાર બન્યા. ત્યાં સુધી બટલર 10 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યા હતા.

કુલદીપે કાબૂ કર્યો ઇગ્લેંડના સ્કોર પર
સારી શરૂઆત આપ્યા બાદ ઇગ્લેંડ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ કુલદીપે 14મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી તેણે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 159 રનો પર સિમિત કરી દીધી. ઓવરોમાં ફક્ત 24 રન આપનાર 14મી ઓવરમાં ઇગ્લેંડના ત્રણ બેટ્સમેનો- ઇયોન મોર્ગન (7), જોની બેયર્સટો (0)ને પેવેલિયન મોકલી મોટો સ્કોર અટકાવી દીધો. 

આ કુલદીપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. આ સાથે જ કુલદીપ ટી-20માં પાંચ વિકેટ લેનાર પહેલા ચાઇનામેન બોલર બની ગયા છે. સાથે જ તે રમતના આ સૌથી નાના ફોર્મેટમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લેનાર ભારતના ત્રીજા બોલર બની ગયા છે. આ પહેલાં ભુવનેશ્વર કુમાર અને યુજવેંદ્વ ચહલે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. બંને આ મેચમાં રમી રહ્યા છે પરંતુ એક પણ વિકેટ ઝડપી ન શક્યા. 

Three wickets fall in one over and we are 112-5 with five overs to go in our innings.

— England Cricket (@englandcricket) July 3, 2018

જોકે જોસ બટલરની 46 બોલમાં આઠ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી રમવામાં આવેલી 69 રનની ઇનિંગના અંતમાં ડેવિડ વિલેની 15 બોલમાં અણનમ 28 રનોની ઇનિંગને સન્માનજનક સ્કોર પર પહોંચાડી દીધી. જેસન રોય (30) અને બટલરે મેજબાન ટીમને મજબૂત શરૂઆત કરી. બંનેએ પાંચ ઓવરોમાં જ ટીમના સ્કોરને 50 સુધી પહોંચાડી દીધો હતો. ઓવરના અંતિમ બોલમાં રોય, ઉમેદના બોલ પર ક્લિન બોલ્ડ થઇ ગયો. એલેક્સ હેલ્સ મેદાન પર આવ્યા, પરંતુ બટલરની આગળ શાંત રહ્યા. તેમણે બટલરની સાથે 45 રનોની ભાગીદારી કરી જેમાં તેમનું યોગદાન ફક્ત આઠ રનનું હતું. કુલદીપે તેમને બોલ્ડ કરી પોતાનું ખાતું ખોલ્યું. 

A five-wkt haul for @imkuldeep18, England 159/8 in 20 overs.

India need 160 runs to win this game.#ENGvIND pic.twitter.com/mj37djd5en

— BCCI (@BCCI) July 3, 2018

કુલદીપે આયરલેંડ વિરૂદ્ધ પણ શાનદાર બોલીંગ કરી હતી. આયરલેંડ વિરૂદ્ધ તેમણે પહેલાં ટી-20માં 21 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ બીજી ટી-20માં ફક્ત 2.3 ઓવરમાં જ 16 રન આપીને 3 વિકેટ ઝડપી લીધી. કુલદીપ હવે ભારતના એવા બોલર બની ગયા છે જેણે સતત ત્રણ વિકેટમાં ચારથી વધુ વિકેટ ઝડપી લીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news