KL Rahul Wedding: કાલે સાત ફેરા લેશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, ફોન પર પ્રતિબંધ, જાણો લગ્ન વિશે દરેક માહિતી

KL Rahul Wedding: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ કાલ એટલે કે 23 જાન્યુઆરીએ બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરસે. આ લગ્નમાં મહેમાનોને મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી હશે નહીં. 

KL Rahul Wedding: કાલે સાત ફેરા લેશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, ફોન પર પ્રતિબંધ, જાણો લગ્ન વિશે દરેક માહિતી

મુંબઈઃ KL Rahul Wedding: સ્ટાર ભારતીય ક્રિકેટર અને બોલીવુડની અભિનેત્રી આથિયા શેટ્ટી (Athiya Shetty)કાલ એટલે કે 23 જાન્યુઆરીએ સાત ફેરા લેશે. આ કપલ ખંડાલામાં સ્થિત સુનીલ શેટ્ટીના બંગલામાં હંમેશા એકબીજાના થઈ જશે. રાહુલ અને આથિયાના લગ્નમાં આવનારા મહેમાનોને ફંક્શનમાં મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવશે નહીં. લગ્નમાં માત્ર 100 મહેમાનો સામેલ થશે. 

રિપોર્ટ અનુસાર લગ્ન દરમિયાન તમામ મહેમાનોના સેલફોન જપ્ત કરવામાં આવશે. લગ્નમાં કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ સિવાય બોલિવૂડની કોઈ સેલિબ્રિટી અને ક્રિકેટર લગ્નમાં સામેલ થશે નહીં.

લગ્ન પહેલા આ ફંક્શન થયા
આ કપલ 23 જાન્યુઆરી, સોમવારે લગ્નના બંધનમાં બંધાશે. અગાઉ 21 જાન્યુઆરીએ સંગીત અને લેડીઝ નાઈટનો કાર્યક્રમ હતો. આ પછી 22 જાન્યુઆરી મહેંદીનો કાર્યક્રમ થયો. 23મીએ બંને ખંડાલા સ્થિત બંગલામાં સાત ફેરા લઈને કાયમ માટે એકબીજાના થી જશે. લગ્ન માટે આ બંગલાની સજાવટ શરૂ થઈ ગઈ છે.

લગ્નમાં સામેલ થનારા તમામ મહેમાન રેડિસન હોટલમાં રોકાશે. આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ આ તમામ વ્યવસ્થા કરી લીધી છે. લગ્ન બાદ આ કપલ એપ્રિલ મહિનામાં એક ગ્રાન્ડ રિસેપ્શન કરશે, જેમાં બોલીવુડની હસ્તિઓ સહિત તમામ ક્રિકેટરો સામેલ થશે. 

આ રીતિ-રિવાજથી થશે લગ્ન
નોંધનીય છે કે બંનેના લગ્ન સાઉથ ઈન્ડિયન રીતિ-રિવાજોથી થશે. લગ્ન માટે એમી પટેલ અભિનેત્રી આથિયા શેટ્ટીને તૈયાર કરશે. આ સિવાય બંનેના લગ્ન માટે આઉટફિટ પહેલાથી તૈયાર થઈ ગયા છે. કેએલ રાહુલના લગ્નના આઉટફિટ રાહુલ વિજયે તૈયાર કર્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news