પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરને ચોરોએ લગાવ્યો ચુનો, ઘર આંગણેથી આ વસ્તુ ચોરી ગયા

Former Pakistani Cricketer Goat Stolen: જિયો ન્યૂઝમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, કામરાન અકમલના પિતા બકરીદ પર કુર્બાની માટે એક દિવસ પહેલા 6 બકરા બજારમાંથી ખરીદીને લઈને આવ્યા હતા. તેમણે આ બકરાઓને પોતાના ઘરની બહાર બાંધ્યા હતા.

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરને ચોરોએ લગાવ્યો ચુનો, ઘર આંગણેથી આ વસ્તુ ચોરી ગયા

Kamran Akmal’s Goat Stolen: પાકિસ્તાનમાંથી એવી આશ્ચર્યજનક ઘટનાઓ સામે છે જેના પર વિશ્વાસ કરવો અશક્ય હોય છે. ત્યારે પાકિસ્તાનના લાહોરમાં એક અજીબોગરીબ ઘટના બની છે. વાત એવી છે કે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલના બકરાની ચોરી થઈ ગઈ છે. ચોરી થયેલો બકરો, બકરી ઈદ પર કુર્બાની માટે ઘરે લાવવામાં આવ્યો હતો. પરંતુ બકરીદ પહેલા જ ચોરોએ કામરાન અકમલને એક મોટો ઝાટકો આપ્યો અને હજારો રૂપિયાની લૂંટ ચલાવી હતી. કામરાન અકમલના ઘરે આ વર્ષે બકરીદ પર 6 બકરાની બલિ ચઢાવવાની હતી, પરંતુ તેમાંથી એક ચોરાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાયા બાદ લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બકરીદ પર કુર્બાની માટે ખરીદ્યા હતા 6 બકરા
જિયો ન્યૂઝમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, કામરાન અકમલના પિતા બકરીદ પર કુર્બાની માટે એક દિવસ પહેલા 6 બકરા બજારમાંથી ખરીદીને લઈને આવ્યા હતા. તેમણે આ બકરાઓને પોતાના ઘરની બહાર બાંધ્યા હતા. સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ ચોર કામરાન અકમલના બકરો ચોરી ગયા હતા. જે શખસને બકરાની રખેવાળ તરીકે રાખવામાં આવ્યો હતો, તે ઉંઘી ગયો અને ચોર તેનો ફાયદો ઉઠાવીને ચોરી કરીને રફૂચક્કર થઈ ગયો હતો.

Kamran Akmal's Goat Stolen: पूर्व पाकिस्तानी क्रिकेटर का बकरा हो गया चोरी, बकरीद से पहले चोरों ने लगाई चपत

કામરાન અકલમનો 90 હજારના બકરાની ચોરી
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલના પિતાએ જણાવ્યું હતું કે, બકરીદ પર કુર્બાની માટે 6 બકરા બઝારમાંથી ખરીદીને લાવ્યા હતા. જે તેમાંથી સૌથી સસ્તો બકરો હતો, તેની ચોરી થઈ ગઈ હતી. તે બકરાની કિંમત 90 હજાર રૂપિયા હતી.

બકરા ચોરોની શોધખોળ ચાલું
ઉલ્લેખનીય છે કે, પૂર્વ પાકિસ્તાની ખેલાડી કામરાન અકમલનો બકરો ચોરી થવાની સૂચના હાઇસિંહ સોસાયટીના મેનેજમેન્ટને આપી દેવામાં આવી છે. તેમણે કામરાન અકમલના પરિવારને આશ્વાસન આપ્યું છે કે ચારોને જલ્દીથી પકડી લેવામાં આવશે અને તેમનો ચોરી થયેલો બકરો શોધી નાંખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news