અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવો પડ્યો ભારે, જેસન રોયે ભરવો પડશે દંડ
ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમિફાઇનલ મેચમાં અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે. તેને મેચ ફીના 30 ટકાનો દંડ ભરવો પડ્યો છે.
Trending Photos
બર્મિંઘમઃ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી સેમિફાઇનલમાં મળેલી જીત દરમિયાન અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવા માટે 30 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. રોય પર આઈસીસી આચાર સંહિતાના લેવલ એકના ઉલ્લંઘનનો આરોપ છે.
આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું, 'રોયે ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે આચાર સંહિતાની ધારા 2.8નું ઉલ્લંઘન કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરના નિર્ણય પર વિરોધ વ્યક્ત કરવાના સંબંધમાં છે. આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની 19મી ઓવરની છે જ્યારે રોયે વિકેટની પાછળ કેચ આઉટ આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી. રોયે અપરાધ અને આઈસીસી મેચ રેફરી સંજન મદુગલે દ્વારા સંભળાવવામાં આવેલી સજાનો સ્વીકાર કરી લીધો છે.'
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વિશ્વ કપ સેમિફાઇનલ મેચમાં રોયે 65 બોલમાં આક્રમક 85 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે