SA vs ENG: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, આફ્રિકા વિરુદ્ધ સિરીઝમાંથી બહાર થયો એન્ડરસન
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન કેપટાઉનમાં નાટકીય જીત દરમિયાન થયેલી ઈજાને કારણે આફ્રિકા સામે અંતિમ બે ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન કેપટાઉનમાં નાટકીય જીત દરમિયાન થયેલી પાંસળીની ઈજાને કારણે આફ્રિકામાં અંતિમ બે ટેસ્ટ મેચોમાં રમશે નહીં. બીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે એન્ડરનને આ ઈજા થઈ હતી અને બુધવારે એમઆરઆઈ સ્કેનમાં તેની ખાતરી થઈ ગઈ કે તે હાલના પ્રવાસ સુધી બોલિંગ કરી શકશે નહીં.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના નિવેદન અનુસાર, 'જેમ્સ એન્ડરસન બીજી ટેસ્ટમાં મળેલી જીત દરમિયાન ડાબી પાંસળીમાં ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાકીને બે ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.'
મલેશિયા માસ્ટર્સઃ સાઇનાની ધમાકેદાર જીત, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ પોર્ટ એલિઝાબેથમાં 16 જાન્યુઆરીએ રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી હતી તો બીજા મુકાબલામાં ઈંગ્લેન્ડે દમદાર વાપસી કરતા જીત નોંધાવી અને સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે.
એન્ડરસનના કવરના રૂપમાં બોલાવેલ ક્રેગ ઓવન ટીમ સાથે જોડાયેલો રહેશે. બીજી ટેસ્ટ મેચમાં બહાર રહેલા જોફ્રા આર્ચર અને માર્ક વુડ પણ ત્રીજી ટેસ્ટ મેચ રમે તેવી આશા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે