જેમ્સ એન્ડરસન 150 ટેસ્ટ રમનાર વિશ્વનો પહેલો બોલર બન્યો, પ્રથમ બોલ પર ઝડપી વિકેટ

જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટની 150મી મેચ રમનાર વિશ્વનો નવમો ખેલાડી બની ગયો છે. આ પહેલા આફ્રિકાના જેક કાલિસ, ભારતના સચિન તેંડુલકર, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો જેવા ખેલાડીઓએ પોત-પોતાની ટીમ માટે 150થી વધુ મેચ રમી છે.
 

જેમ્સ એન્ડરસન 150 ટેસ્ટ રમનાર વિશ્વનો પહેલો બોલર બન્યો, પ્રથમ બોલ પર ઝડપી વિકેટ

નવી દિલ્હીઃ South Africa vs England Test: યજમાન દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાઇ રહી છે. આ મુકાબલામાં ઉતરીને ઈંગ્લેન્ડની ટીમના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચી દીધો છે. જેમ્સ એન્ડરસન બોલર તરીકે 150 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. 

એટલું જ નહીં, ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ બોલ પર વિકેટ ઝડપી હતી. અત્યાર સુધી વર્ષમાં કોઈપણ બોલરે તે કમાલ કર્યો નથી, જે જેમ્સ એન્ડરસને વર્ષની અંતિમ ટેસ્ટ મેચમાં કરી દીધો છે. પોતાની 150મી ટેસ્ટ મેચ રમી રહેલા જેમ્સ એન્ડરસને સેન્ચુરિયનના મેદાન પર ઈનિંગનો પ્રથમ બોલ ફેંક્યો અને ટીમને વિકેટ અપાવી હતી. 

પ્રથમ બોલ પર ઝડપી વિકેટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમના ઓપનિંગ બેટ્સમેન ડીન એલ્ગરે જેમ્સ એન્ડરસનના પ્રથમ બોલનો સામનો કરવો પડ્યો, પરંતુ તે પ્રથમ બોલ પર વિકેટની પાછળ કેચઆઉટ થઈ ગયો હતો. બે વર્ષ બાદ કોઈ બોલરે ટેસ્ટ મેચની પ્રથમ બોલ પર વિકેટ ઝડપી છે. આ પહેલા સુરંગા લકમલે કેએલ રાહુલને આઉટ કર્યો હતો. 

બોલર તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડી

150 મેચ - જેમ્સ એન્ડરસન

145 મેચ - શેન વોર્ન

135 મેચ - સ્ટુઅર્ટ બ્રોડ

133 મેચ - મુથૈયા મુરલીધરન

132 મેચ - અનિલ કુંબલે

જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટની 150મી મેચ રમનાર વિશ્વનો નવમો ખેલાડી બની ગયો છે. આ પહેલા આફ્રિકાના જેક કાલિસ, ભારતના સચિન તેંડુલકર, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો જેવા ખેલાડીઓએ પોત-પોતાની ટીમ માટે 150થી વધુ મેચ રમી છે. મહત્વનું છે કે, એન્ડરસને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ એશિઝમાં રમી હતી, પરંતુ ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news