IND vs NZ: કોહલીએ આપ્યા સંકેત- આ playing XIની સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલીએ બુધવારે મહત્વનો સંકેત આપ્યો કે સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે.
Trending Photos
વેલિંગ્ટનઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે મહત્વનો સંકેત આપ્યો છે કે સીનિયર સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે. જો બુધવારે ભારતના નેટ સત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો, શુક્રવારથી વેલિંગ્ટનમાં શરૂ થનારી સિરીઝ માટે રિદ્ધિમાન સાહા બીજા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતથી આગળ ચાલી રહ્યો છે.
ટેસ્ટ માટે નં-6 બેટ્સમેન હનુમા વિહારીને પાંચમાં બોલર તરીકે અજમાવવામાં આવશે. જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા ત્રણ નિષ્ણાંત ફાસ્ટર તરીકે ઉતરશે. રવિચંદ્રન અશ્વિન નિષ્ણાંત સ્પિનર તરીકે એકમાત્ર વિકલ્પ હોઈ શકે છે. પરંતુ રવિન્દ્ર જાડેજાની ઓલરાઉન્ડર તાકાતને નજરઅંદાજ ન કરી શકાય.
રણજી ટ્રોફી દરમિયાન પેનીની ઈજાને કારણે ઈશાંત શર્મા ત્રણ સપ્તાહ માટે બહાર થઈ ગયો હતો. 31 વર્ષના ઈશાંતે નેટ પર ફોકસ કર્યું અને પોતની ગતિ તથા ઉછાળથી બેટ્સમેનોને પરેશઆન કરવા માટે પ્રશંસા હાંસિલ કરી છે.
કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'તેણે (ઈશાંત) ન્યૂઝીલેન્ડમાં (ટેસ્ટ) મેચ રમી છે, તેથી તેનો અનુભવ અમારા માટે ઉપયોગી હશે.' કેપ્ટને તે પણ કહ્યું કે, ટીમ પૃથ્વી શોના પ્રાકૃતિક સ્ટ્રોક-પ્લેને બદલવા ઈચ્છશે નહીં. તેને સંકેત માનવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલે હજુ રાહ જોવી પડશે.
વિરાટે સાહા-પંતને લઈને કોઈ જવાબ ન આપ્યો. હકીકતમાં, બુધવારે દિલ્હીના કીપરને નેટ પર ખુબ ઓછો સમય મળ્યો. તેણે પોતાના મોટા ભાગનો સમય ડ્રિલ પર પસાર કર્યો. પહેલા ટીમના રૂટીન અભ્યાસ બાદ પંતને બેટિંગની તક મળી હતી.
3 વર્ષ...3 વિશ્વકપ... કેપ્ટન કોહલી પાસે સાંભળો- શું છે ફ્યૂચર પ્લાન
સંભવિત પ્લેઇંગ ઇલેવન-
ઓપનિંગ બેટ્સમેનઃ મયંક અગ્રવાલ અને પૃથ્વી શો, મધ્ય ક્રમઃ ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્યિક રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, વિકેટકીપરઃ રિદ્ધિમાન સાહા, સ્પિનર / ઓલરાઉન્ડરઃ રવિચંદ્રન અશ્વિન/ રવિન્દ્ર જાડેજા, ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે