IPL 2025 માં કોહલી કરતા વધુ રૂપિયા લઈ ગયો આ ખેલાડી, રોહિત-બુમરાહ પણ પાછળ રહી ગયા

IPL 2025 Retention: IPL 2025 સીઝન માટે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી ગુરુવારે (31 ઓક્ટોબર) જાહેર કરવામાં આવી છે. મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ ફરીથી IPLમાં તરખાટ મચાવતા જોવા મળશે

IPL 2025 માં કોહલી કરતા વધુ રૂપિયા લઈ ગયો આ ખેલાડી, રોહિત-બુમરાહ પણ પાછળ રહી ગયા

IPL 2025 Retention : IPL 2025 સીઝન માટે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી ગુરુવારે (31 ઓક્ટોબર) જાહેર કરવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ ફરીથી IPLમાં તરખાટ મચાવતા જોવા મળશે. બીજી તરફ ત્રણ કેપ્ટન પણ આઉટ થયા છે. દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને, લખનૌ સુપર જાયન્ટ્સે કેએલ રાહુલને અને કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને રિલીઝ કર્યા. કોલકાતાની ટીમ છેલ્લી વખત અય્યરની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી.

3 ખેલાડીઓને 20 કરોડથી વધુની રકમ મળી, 10 ટીમોએ કુલ 46 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાંથી માત્ર 3 ખેલાડીઓને 20 કરોડથી વધુ રૂપિયા મળ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેનને 23 કરોડ રૂપિયામાં યથાવત રાખ્યો છે. તેના પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અનુભવી ખેલાડી વિરાટ કોહલીને જાળવી રાખ્યો છે અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ નિકોલસ પૂરનને 21-21 કરોડ રૂપિયામાં યથાવત રાખ્યો છે.

43 વર્ષીય ધોની ફરી એક વાર IPLના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની આ ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ 43 વર્ષના અનુભવી ખેલાડીને ચેન્નાઈએ 4 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. ધોનીને અનકેપ્ડ પ્લેયર ક્વોટામાં જાળવી રાખવામાં આવ્યો છે. IPLએ આ વર્ષે પોતાનો જૂનો નિયમ ફરીથી લાગુ કર્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે જે ભારતીય ખેલાડીએ 5 વર્ષથી આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી તે અનકેપ્ડ પ્લેયરની શ્રેણીમાં આવશે. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019માં રમી હતી.તેમના સિવાય ચેન્નાઈએ કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને મતિશા પથિરાનાને રિટેન કર્યા છે.

હાર્દિક પંડ્યા કેપ્ટન રહેશે
મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. તેમના પછી હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને 16.35-16.15 કરોડ રૂપિયા મળ્યા છે. પૂર્વ કેપ્ટન અને ટીમને 5 વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને 16.30 કરોડ રૂપિયામાં ટીમે જાળવી રાખ્યો છે. તિલક વર્મા માટે મુંબઈએ 8 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. રિટેન્શન પછી, કોચ મહેલા જયવર્દનેએ સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં પણ ટીમનો કેપ્ટન રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news