IPL 2020: આઈપીએલમાં ફરી અમ્પાયરનો છબરડો, હવે વાઇડ બોલ ન આપવા મુદ્દે વિવાદ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અમ્પાયરિંગ હંમેશા વિવાદોમાં રહ્યું છે. ખાસ કરીને ભારતીય અમ્પાયરો દ્વારા વિવાદાસ્પદ નિર્ણય આપવામાં આવે છે. ત્યારે ફરી આજે એક વખત વાઇડ બોલ આપવાના મુદ્દે વિવાદ સામે આવ્યો છે.
Trending Photos
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 29મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવી શકી હતી. પરંતુ આ મેચમાં અમ્પાયરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ ઘટના હૈદરાબાદની ઈનિંગની 19મી ઓવરના બીજા બોલ પર બની હતી.
આઈપીએલમાં ખરાબ અમ્પાયરિંગ
હૈદરાબાદની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ઈનિંગની 19મી ઓવર ફેંકવા માટે શાર્દુલ ઠાકુર બોલિંગમાં આવ્યો હતો. આ સમયે ઈનિંગના બીજા બોલ પર રાશિદ ખાન બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે શાર્દુલ ઠાકુરે તેને ઓફ સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો ત્યારે અમ્પાયરે વાઇડ બોલ આપ્યો હતો. ત્યારપછીનો બોલ પણ શાર્દુલે ઓફ સ્ટમ્પની ઘણો બહાર ફેંક્યો હતો. આ સમયે રાશિદ ખાન રમવા માટે બેટ ત્યાં સુધી લઈ ગયો પરંતુ સંપર્ક ન થયો. ત્યારે અમ્પાયર વાઇડ આપવા જઈ રહ્યા હતા, તેણે વાઇડ બોલ આપવા માટે એક્શન કરતા પોતાના હાથ થોડા ઉપર પણ કરી લીધા પરંતુ બોલર અને વિકેટકીપર એમએસ ધોનીએ પણ હાથ લાંબો કરીને કહ્યુ કે, બોલ વાઇડ નથી. તો અમ્પાયરે પોતાના હાથ ફરી નીચા લઈ લીધા અને વાઇડ બોલ ન આપ્યો. અમ્પાયરના આ નિર્ણયથી આઈપીએલમાં ફરી નવો વિવાદ શરૂ થયો છે.
Chennai Umpire Kings #CSKvsSRH pic.twitter.com/U5HW1uNHAD
— Tro Lee ᴹᴵ (@Tro_Lee_) October 13, 2020
સોશિયલ મીડિયા પર શરૂ થયો ટ્રેન્ડ
અમ્પાયરના આ નિર્ણય બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ટ્વિટર પર Umpire અને Dhoni ટ્રેન્ડ થવા લાગ્યા હતા. ઘણા લોકોએ તો એમએસ ધોનીને પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રથમ વખત નથી જ્યારે ધોની આ રીતે અમ્પાયર સાથે વિવાદમાં આવ્યો હોય. પાછલા વર્ષે રાજસ્થાન સામે રમાયેલી મેચમાં નો-બોલ ન આપવા બદલ ધોની મેદાન પર પહોંચી ગયો હતો અને અમ્પાયર સાથે ચર્ચા કરી હતી.
CSKvsSRH: આખરે ચેન્નઈને મળી જીત, હૈદરાબાદને 20 રને આપ્યો પરાજય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે