Rohit Sharma PC:'અત્યાર સુધી બધું સારું રહ્યું છે, આવતીકાલે પણ સારું રહેશે...', ફાઇનલ પહેલા રોહિતની પત્રકાર પરિષદ

IND vs AUS Final: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફાઈનલ મેચની પૂર્વસંધ્યાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રોહિત શર્માએ ટીમની તૈયારીઓથી લઈને તમામ મુદ્દે વાત કરી છે. 
 

Rohit Sharma PC:'અત્યાર સુધી બધું સારું રહ્યું છે, આવતીકાલે પણ સારું રહેશે...', ફાઇનલ પહેલા રોહિતની પત્રકાર પરિષદ

અમદાવાદઃ Rohit Sharma PC Before IND vs AUS Final: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વિશ્વકપ 2023ની ફાઈનલ પહેલા પત્રકાર પરિષદમાં દરેક મુદ્દે જવાબ આપ્યો છે. ભારતીય કેપ્ટન ઓસ્ટ્રેલિયાને લઈને કહ્યું કે તેને તે વાતથી કોઈ સમસ્યા નથી કે ઓસ્ટ્રેલિયાએ પોતાની છેલ્લી આઠ મેચ જીતી છે. આ સિવાય તેણે જણાવ્યું કે આ વિશ્વકપની તૈયારી બે વર્ષથી થઈ રહી છે. 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમને તેના પ્રભાવી થવાથી કોઈ સમસ્યા નથી. તેણે પોતાની છેલ્લી આઠ મેચ જીતી છે. આ સારો મુકાબલો હશે અને બંને ટીમોમાં રમવાની ક્ષમતા છે. હિટમેને કહ્યું કે આ મારી સૌથી મોટી મૂમેન્ટ છે. હું 50 ઓવરો વિશ્વકપ જોતા મોટો થયો છું. 

અમારે તે વાત પર ધ્યાન આપવાનું છે કે શું જરૂરી છે. અમે પ્રથમ મેચથી એક વસ્તુને યથાવત રાખી છે અને તે છે શાંતિ. એક ભારતીય ક્રિકેટર હોવાને નાતે તમારે દબાવ સહન કરવો પડે છે અને તે સ્થિત છે. એક એલીટ ખેલાડીના રૂપમાં તમારે આલોચનાઓ, દબાવ અને પ્રશંસાનો સામનો કરવો પડે છે. 

પ્લેઇંગ 11 પર આપી માહિતી
ભારતીય કેપ્ટને ફાઈનલ મુકાબલાની પ્લેઈંગ ઈલેવનને લઈને વાત કરતા કહ્યું કે દરેક 15 ખેલાડીઓ પાસે રમવાની તક છે. અમે આજે અને કાલે પિચ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીશું, 12-13 લોકો તૈયાર છે, પરંતુ પ્લેઈંગ ઈલેવન સેટ નથી અને હું ઈચ્છુ છું કે બધા 15 ખેલાડીઓ મેચ માટે તૈયાર રહે.

સ્લો હશે પિચ
ભારતીય કેપ્ટને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને કહ્યું કે ભારત-પાક મુકાબલામાં ઘાસ નહોતી, પરંતુ આ વખતે થોડુ ઘાસ છે. મેં આજે પિચ જોઈ નથી, પરંતુ તે સ્લો હશે. અમે કાલે પિચ જોઈશું અને પછી પરિસ્થિતિઓ સુધી પહોંચીશું. ખેલાડીઓને આ વિશે ખબર છે. પરિસ્થિતિઓ બદલી છે. તાપમાન ઘટ્યું છે. 

ટોસ બનશે બોસ?
હિટમેને કહ્યું કે ટોસ ફેક્ટર નહીં હશે એટલે કે ટોસ મહત્વનો નહીં હોય. અમે સારી રીતે પરિસ્થિતિઓને જાણીશું અને સારૂ ક્રિકેટ રમીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news