મારો કોઈને કંઇ સાબિત કરવાની જરૂર નથીઃ વિરાટ કોહલી

આ ઈનિંગ બાદ વિરાટે કહ્યું, 'મને નથી લાગતું કે મારે બેટથી ખુદને સાબિત કરીને કોઈને દેખાડવાની જરૂર છે. હું બસ મારૂ કામ કરવા ઈચ્છું છું. હું મારા પ્રદર્શન માટે રમતો નથી.'

મારો કોઈને કંઇ સાબિત કરવાની જરૂર નથીઃ વિરાટ કોહલી

ગયાનાઃ વર્લ્ડ કપ બાદ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમવા અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ પહોંચેલા વિરાટ કોહલીએ સિરીઝની અંતિમ મેચમાં 59 રનની શાનદાર ઈનિંગ રમી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં 147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા એક સમયે મુશ્કેલીમાં હતી, જ્યારે 27ના કુલ સ્કોર પર તેણે પોતાના બંન્ને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. 

અહીંથી કેપ્ટન વિરાટ કોહલી અને યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (65*)ની સાથે મળીને ઈનિંગને સંભાળી અને ત્રીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક લાવી હતી. ભારતે આ મેચમાં 7 વિકેટથી જીત મેળવી હતી. 

આ પહેલા અમેરિકામાં રમાયેલી સિરીઝની બંન્ને મેચોમાં વિરાટ કોહલી સારી શરૂઆત છતાં (19 અને 28) મોટો સ્કોર બનાવી શક્યો નહતો. પરંતુ મંગળવારે 45 બોલમાં 59 રન ફટકારીને તેણે ટીકાકારોને જવાબ આપ્યો હતો. 

પોતાની આ ઈનિંગ બાદ વિરાટે કહ્યું, 'મને નથી લાગતું કે મારે બેટથી ખુદને સાબિત કરીને કોઈને દેખાડવાની જરૂર છે. હું બસ મારૂ કામ કરવા ઈચ્છું છું. હું મારા પ્રદર્શન માટે રમતો નથી.'

વિરાટે કહ્યું, ટીમમાં અમારો રોલ તે હોય છે કે અમે ટીમને લાઇનની પાર લઈ જઈએ. ભલે હું 20, 30, 40, 50 કે ગમે તે સ્કોર કરૂ. છેલ્લા 11 વર્ષથી આમ રમી રહ્યો છું તો તેમાં મારા માટે કંઇ નવું નથી અને તેનો કોઈ બદાવ પણ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news