IND vs BAN 1st Test Live: પૂજારાએ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારી, સાથ મળી રહ્યો છે શ્રેયસ ઐય્યરનો

India vs Bangladesh 1st Test Live Scorecard: ટીમ ઈન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ચટગાંવના ઝહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન ઓપનર કે એલ રાહુલ સંભાળી રહ્યાં છે. મેજબાન ટીમનું નેતૃત્વ અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન કરી રહ્યા છે. જુઓ લાઈવ અપડેટ્સ...

IND vs BAN 1st Test Live: પૂજારાએ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારી, સાથ મળી રહ્યો છે શ્રેયસ ઐય્યરનો

India vs Bangladesh 1st Test Live Scorecard: ટીમ ઈન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ચટગાંવના ઝહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન ઓપનર કે એલ રાહુલ સંભાળી રહ્યાં છે. મેજબાન ટીમનું નેતૃત્વ અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન કરી રહ્યા છે. ભારતે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં જગ્યા બનાવવી હોય તો તેણે સિરીઝની બંને ટેસ્ટ મેચમાં જીત મેળવવી પડશે. આ અગાઉ બાંગ્લાદેશે 3 મેચની વનડે સિરીઝમાં ભારતને 2-1થી હરાવ્યું હતું. 

પૂજારા અડીખમ
એકબાજુ જ્યાં વારાફરતી 4 ખેલાડીઓ પેવેલિયન ભેગા થયા ત્યાં ચેતેશ્વર પૂજારા અડીખમ જોવા મળી રહ્યો છે. હાલ તે 142 બોલમાં 62 રને ક્રિસ પર છે. પૂજારાને શ્રેયસ ઐય્યરનો પણ ભરપૂર સાથ મળી રહ્યો છે. ભારતના હાલ 4 વિકેટના નુકસાન પર 64 ઓવરમાં 205 રન છે. 

ઋષભ પંત પણ આઉટ
46 રન બનાવીને ઋષભ પંત પણ આઉટ થતા હવે ટીમ ઈન્ડિયા પર સંકટના વાદળો છવાયા છે. પંતની વિકેટ મહેદી હસને લીધી. બીજી બાજુ ચેતેશ્વર પૂજારા 53 બોલમાં 26 રન કરીને અડીખમ છે. હાલ ક્રિસ પર પૂજારા અને શ્રેયસ ઐય્યર છે. ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 120 રન છે. 

ઉપરા ઉપરી 3 વિકેટ ગુમાવી
ભારતે ઈનિંગની શરૂઆતમાં બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી. કે એલ રાહુલ 54 બોલમાં 22 રન કરીને આઉટ થયો જ્યારે શુભમન ગિલ 40 બોલમાં 20 રન કરીને આઉટ થયો. રાહુલની વિકેટ ખાલિદ અહમદે જ્યારે ગિલની વિકેટ તૈજુલ ઈસ્લામે લીધી. વિરાટ કોહલી પણ તૈજુલ ઈસ્લામની બોલિંગમાં એક રનના સ્કોરે એલબીડબલ્યુ થયો. હાલ ચેતેશ્વર બૂજારા અને ઋષભ પંત ક્રિસ પર છે. 

રાહુલ અને ગિલે શરૂ કરી ઈનિંગ
ભારતીય ટીમના ઓપનર કે એલ રાહુલ અને શુભમન ગિલે દાવની શરૂઆત કરી. હાલ સ્કોર વિના વિકેટે 19 ઓવરમાં 46 રન છે. 

ભારતે જીત્યો ટોસ
ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલા ઓપનર કે એલ રાહુલે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. 

પ્લેઈિંગ ઈલેવન
ભારતની પ્લેઈિંગ ઈલેવન- શુભમન ગિલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (વિકેટકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

બાંગ્લાદેશ- ઝાકિર હસન, નઝમુલ હુસૈન શંટો, યાસિર અલી, મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નુરુલ હસન, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, ખાલિદ અહમદ, અને ઈબાદત હુસૈન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news