IND'A' vs ENG'A': પંતનું શાનદાર પ્રદર્શન, ભારતે ઈંગ્લેન્ડ લાયન્સને 6 વિકેટે હરાવ્યું

 50 ઓવરમાં ઈંગ્લેન્ડ લાયન્સે 8 વિકેટ પર 221 રન બનાવ્યા હતા. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4 અને રાહુલ ચહલે બે વિકેટ ઝડપી હતી. 

 IND'A' vs ENG'A': પંતનું શાનદાર પ્રદર્શન, ભારતે ઈંગ્લેન્ડ લાયન્સને 6 વિકેટે હરાવ્યું

તિરુવનંતપુરમઃ ભારતીય એ ટીમે તિરુવનંતપુરમમાં ઈંગ્લેન્ડ લાયન્સને ચોથી વનડે મેચમાં 6 વિકેટથી હરાવીને પાંચ મેચોની સિરીઝમાં 4-0ની લીડ મેળવી લીધી છે. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડ લાયન્સે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 222 રન બનાવીને જીત હાસિલ કરી હતી. રિષભ પંતને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિલ જૈક્સ (11)ની વિકેટ પડ્યા બાદ વધુ ત્રણ વિકેટ ઝડપથી પડી હતી. 4 વિકેટ પર 55 રનના સ્કોરે ઈંગ્લેન્ડની ટીમ સંઘર્ષ કરી રહી હતી. ત્યાંથી સેમ બિલિંગ્સ (24) અને ઓલી પોપ (65)એ પાંચમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. ત્યારબાદ સ્ટીવન મુલાને પણ 58 રન ફટકારીને ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. 50 ઓવરમાં ઈંગ્લેન્ડ લાયન્સે 8 વિકેટ પર 221 રન બનાવ્યા હતા. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4 અને રાહુલ ચહલે બે વિકેટ ઝડપી હતી. 

લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી, રુતુરાજ ગાયકવાડ શૂન્ય પર આઉટ થયો હતો. ત્યારબાદ લોકેશ રાહુલ (42) અને રિકી ભુઈ (35)એ બીજી વિકેટ માટે 59 રન જોડ્યા હતા. આ બંન્ને આઉટ થયા બાદ દબાવ ભારતીય ટીમ પર આવી ગયો હતો. 102 રનના કુલ સ્કોર પર 4 વિકેટ પડ્યા બાદ પંત અને દીપક હુડ્ડાએ મોરચો સંભાળ્યો હતો. પંચે 76 બોલમાં 6 ફોર અને 3 સિક્સ ફટકારી અણનમ 73 રન બનાવ્યા હતા. હુડ્ડાએ 47 બોલમાં 47 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ પર 222 રન બનાવી મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ માટે વિલ જૈક્સે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. 

સંક્ષિપ્ત સ્કોર
ઈંગ્લેન્ડ લાયન્સઃ 221/8
ભારત એઃ 222/4
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news