IND vs NZ: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાએ પિચને લઈને બનાવ્યો શાતિર પ્લાન
IND vs NZ 3rd Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મુંબઈના વાનખેડેમાં રમાશે. આ ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા શાતિર પ્લાન બનાવી રહી છે.
Trending Photos
IND vs NZ 3rd Test Pitch Plan: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે. શરૂઆતી બે મુકાબલા જીતી ન્યૂઝીલેન્ડે સિરીઝ પોતાના નામે કરી લીધી છે. તેવામાં હવે અંતિમ ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે. અંતિમ ટેસ્ટ મેચમાં જીત મેળવી ભારતીય ટીમ ક્લીન સ્વીપથી બચવાનો પ્રયાસ કરશે. મુંબઈ ટેસ્ટ મેચ માટે ભારતે પિચને લઈને શાતિર પ્લાન બનાવ્યો છે, પરંતુ આ દાવ ઉંધો પણ પડી શકે છે.
મુંબઈ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો શાતિર પ્લાન
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પિચને સ્પિન ફ્રેન્ડલી રાખવામાં આવી હતી. પરંતુ અહીં ન્યૂઝીલેન્ડના સ્પિનરો ભારત પર ભારે પડ્યા હતા.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયા પ્રમાણે મુંબઈના વાનખેડેમાં રમાનાર ત્રીજી ટેસ્ટ માટે સ્પોર્ટિંગ પિચ તૈયાર કરવામાં આવી રહી છે. એટલે કે એવી પિચ જ્યાં બેટરોને પ્રથમ દિવસે મદદ મળી શકે અને બીજા દિવસથી પિચમાં ટર્ન જોવા મળી શકે, જેનાથી સ્પિનર્સને ફાયદો થાય.
ક્યાંક ઉલ્ટો ન પડી જાય ભારતનો પ્લાન?
સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરૂમાં રમાઈ હતી, જેમાં પિચ બેટરો અને બોલરો બંને માટે સપોર્ટિવ હતી. બેંગલુરૂ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે પિચનો ફાયદો ઉઠાવતા જીત મેળવી હતી. પછી પુણેના સ્પિન ટ્રેક પર પણ કીવી ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી. હવે મુંબઈમાં રમાનાર અંતિમ ટેસ્ટમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્લાનને બરબાદ કરી શકે છે. હવે જોવાનું તે રહેશે કે ત્રીજી ટેસ્ટમાં કઈ ટીમ બાજી મારે છે.
આ રીતે ભારતે સિરીઝ ગુમાવી
મહત્વનું છે કે બેંગલુરૂમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. પછી પુણેમાં રમાયેલા બીજા મુકાબલામાં વિરોધી ટીમે 113 રને જીત મેળવી સિરીઝ પોતાના નામે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે