ICC Cricket World Cup 2019: લંડન મોલમાં ધમાકેદાર Opening Ceremony
Trending Photos
અમદાવાદ : 12માં ICC ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચ ગુરૂવારે રમવામાં આવશે. જો કે તે અગાઉ ટૂર્નામેન્ટની ધમાકેદાર ઓપનિંગ સેરેમની ચાલુ તઇ. આ સેરેમનીનું આયોજન લંડનનાં બકિંઘમ પેલેસની નજીક આવેલ લંડન મોલમાં થયું. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ઇંગ્લેન્ડના શાહી પરિવારનો પણ જોડાયો હતો. સમારંભ પહેલા મહારાણી એલિઝાબેથે તમામ ટીમના કેપ્ટન સાથે મુલાકાત કરી. આ સેરેમનીમાં આશરે 4000 ફેન્ચ આવ્યા હતા. જેને બેલેટ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. સમારંભનું સંચાલન ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિંટોફે કર્યું હતું.
અરૂણ જેટલીને મળવા પહોંચ્યા PM મોદી, બંન્ને વચ્ચે અડધો કલાક ચાલી મુલાકાત
60 સેકન્ડ ચેલેન્જ ગેમમાં મેજબાનની જીત.
તમામ સમારંભોમાં તમામ ટીમોના પ્રતિનિધિઓ વચ્ચે 60 સેકન્ડ ચેલેન્જ થઇ, જેમાં મેજબાન ઇંગ્લેન્ડ જીત્યું હતું.
માનવને અંતરિક્ષમાં મોકલશે ઇસરો: વાયુસેના-ISRO વચ્ચે થયા કરાર, વિશ્વની ચોથી મહાશક્તિ બનશે દેશ
ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ કેપ્ટન્સને મળ્યા હતા
ઇંગ્લેન્ડના મહારાણી એલીઝાબેથે વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમનાં કેપ્ટન્સ સાથે મુલાકાત કરી હતી.
Morgs meets the Queen 👑 pic.twitter.com/6NngIWARgA
— England Cricket (@englandcricket) May 29, 2019
ભારતીય ટીમ Southampton પહોંચી, કોહલી સેરેમનીમાં
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, સારુ લાગી રહ્યું છે. ઇંગ્લેન્ડમાં 50 ટકા ભારતીય પ્રશંસકો છે. આશા છે કે અહીંના દર્શકોનો પ્રેમ અમને મળશે.
Hello Southampton, we're here 🇮🇳🇮🇳#TeamIndia #CWC19 pic.twitter.com/WGBT8RJfQL
— BCCI (@BCCI) May 29, 2019
કુંબલે અને ફરહાન અખ્તરે ભારતને રિપ્રેઝન્ટ કર્યા
સમારંભમાં ભારતને પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે અને ફરહાન અખ્તરે રિપ્રેઝન્ટ કર્યા. બીજી તરફ શ્રીલંકાના મહેલા જયવર્ધને, બાંગ્લાદેશનાં અબ્દુલ રજ્જાક, પાકિસ્તાનનાં અઝહર અલી અને મલાલા યુસુફજઇ, ઓસ્ટ્રેલિયાનાં બ્રેટ લી, ન્યૂઝીલેન્ડનાં જેમ્સ ફ્રેંકલિન, દક્ષિણ આફ્રીકાના જેક્સ કાલિસ અને ઇંગ્લેન્ડનાં કેવિન પિટરસન પણ પહોંચ્યા.
સેરેમનીમાં અનિલ કુંબલે પહોંચ્યા
બકિંઘમ પેલેસ નજીક લંડન મોલમાં ઓપનિંગ સેરેમની ચાલુ થઇ ચુકી છે. સમારંભમાં ભારતની તરફથી અનિલ કુંબલે પહોંચી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે