ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ભારત-પાક વચ્ચે દુબઈમાં થશે 'મહાસંગ્રામ'; આ દિવસે જોવા મળશે આમને-સામને
ICC Champions Trophy 2025 Scheule: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ આવી ગયું છે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે, જ્યારે પાકિસ્તાન બાકીના દેશોની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ભારતીય ટીમ 20મી ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
Trending Photos
ICC Champions Trophy 2025 Scheule: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ આવી ગયું છે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે, જ્યારે પાકિસ્તાન બાકીના દેશોની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ભારતીય ટીમ 20મી ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને BCCI અને PCB વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. પરંતુ અંતે BCCI જીતી ગયું અને ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. હવે ICCએ પણ મેગા ઈવેન્ટનું શિડ્યુલ જાહેર કર્યું છે.
કરાચીમાં રમાશે પ્રથમ મેચ
ટુર્નામેન્ટનો પ્રથમ મેચ કરાચીમાં યોજાશે. 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમ ઉદ્ઘાટન મેચ રમશે. કુલ 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામેલ છે. જ્યારે બીજા ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 માર્ચે યોજાશે.
ક્યાં યોજાશે ફાઈનલ?
ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે, પરંતુ જો ભારત ક્વોલિફાય થશે તો તે દુબઈમાં રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ બન્ને માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 10 માર્ચ ફાઇનલ મેચ માટે અનામત દિવસ છે. પાકિસ્તાનમાં રાવલપિંડી, લાહોર અને કરાચી ત્રણ શહેર ટૂર્નામેન્ટની યજમાની કરશે.
🚨 Announced 🚨
The official fixtures for the upcoming ICC Champions Trophy 2025 are out!
Read on ⬇https://t.co/V8AVhRxxYu
— ICC (@ICC) December 24, 2024
ક્યા જોવા મળશે ભારત-પાકિસ્તાન આમને-સામને?
ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. આ પછી ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજની ત્રીજી અને છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે 2 માર્ચે રમશે. બન્ને ગ્રુપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ
ગ્રુપ A - પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ B - દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી શેડ્યૂલ:
19 ફેબ્રુઆરી, પાકિસ્તાન Vs ન્યુઝીલેન્ડ, કરાચી, પાકિસ્તાન
20 ફેબ્રુઆરી, બાંગ્લાદેશ Vs ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી, અફઘાનિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા, કરાચી, પાકિસ્તાન
22 ફેબ્રુઆરી, ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ, લાહોર, પાકિસ્તાન
23 ફેબ્રુઆરી, પાકિસ્તાન Vs ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી, બાંગ્લાદેશ Vs ન્યુઝીલેન્ડ, રાવલપિંડી, પાકિસ્તાન
25 ફેબ્રુઆરી, ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી, પાકિસ્તાન
26 ફેબ્રુઆરી, અફઘાનિસ્તાન Vs ઈંગ્લેન્ડ, લાહોર, પાકિસ્તાન
27 ફેબ્રુઆરી, પાકિસ્તાન Vs બાંગ્લાદેશ, રાવલપિંડી, પાકિસ્તાન
28 ફેબ્રુઆરી, અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા, લાહોર, પાકિસ્તાન
1 માર્ચ, દક્ષિણ આફ્રિકા Vs ઈંગ્લેન્ડ, કરાચી, પાકિસ્તાન
2 માર્ચ, ન્યુઝીલેન્ડ Vs ભારત, દુબઈ
4 માર્ચ, સેમિ-ફાઇનલ 1, દુબઈ
5 માર્ચ, સેમિ-ફાઇનલ 2, લાહોર, પાકિસ્તાન
9 માર્ચ, ફાઇનલ, લાહોર (જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો ફાઇનલ મેચ દુબઈમાં રમાશે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે