આ ખેલાડીએ દારૂના નશામાં રમી નાખી હતી ઐતિહાસિક ઈનિંગ, ઓસ્ટ્રેલિયાને ચટાડી હતી ધૂળ
જોહાનિસબર્ગ વનડે મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ પર 434 રન બનાવ્યા હતા. કાંગારુ ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 105 બોલ પર 164 રન કર્યા હતા. આ માટે તેઓ પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા હતા. ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમને 435 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
Trending Photos
Happy Birthday Herschelle Gibbs: દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર હર્શલ ગિબ્સ આજે 49 વર્ષના થયા. ગિબ્સે વનડેમાં છ બોલમાં 6 છગ્ગા મારવાના રેકોર્ડ ઉપરાંત અનેક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેઓ જ્યારે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરે ત્યારે સામેની ટીમમાં સન્નાટો છવાઈ જતો હતો.
એકવાર હર્શલ ગિબ્સ દારૂના નશામાં બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા અને તે ઈનિંગમાં તેમણે 175 રનની ઐતિહાસિક ઈનિંગ રમી નાખી. આ દારૂના નશાવાળી વાતનો ખુલાસો તેમણે પોતે જ કર્યો હતો.
અત્રે જણાવવાનું કે હર્શલ ગિબ્સેની નશામાં આ ઐતિહાસિક ઈનિંગ 12 માર્ચ 2006ના રોજ જોહાનિસબર્ગ વનડે મેચમાં જોવા મળી હતી. આ મેચ ક્રિકેટ ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે. હકીકતમાં આ મેચમાં ગિબ્સની ઈનિંગને કારણે સાઉથ આફ્રિકાએ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટો 335 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
જોહાનિસબર્ગ વનડે મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ પર 434 રન બનાવ્યા હતા. કાંગારુ ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 105 બોલ પર 164 રન કર્યા હતા. આ માટે તેઓ પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા હતા. ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમને 435 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
નશામાં રમી નાખી ઐતિહાસિક ઈનિંગ
આ મેચમાં હર્શલ ગિબ્સે ત્રીજા ક્રમે આવીને બેટિંગ કરી. ત્યારે તેમણે 111 બોલ પર 175 રનની ફટાફટી બોલાવી દીધી. જેમાં 7 છગ્ગા અને 21 ચોગ્ગા સામેલ છે. આ મેચમાં ગિબ્સે 142 મિનિટ બેટિંગ કરી. આ ઈનિંગના કારણે સાઉથ આફ્રિકાએ ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો. આ રેકોર્ડ હજુ પણ યથાવત છે.
મેચ બાદ ખુલાસો થયો કે ગિબ્સે આ ઈનિંગ નશામાં રમી હતી. બાદમાં ખુબ ગિબ્સે જ આ ખુલાસો કર્યો હતો કે તેઓ તે વખતે દારૂના નશામાં હતા. ગિબ્સની ઓટોબાયોગ્રાફી ટુ ધ પોઈન્ટ: ધ નો હોલ્ડ્સ બાર્ડ (To the point: The no-holds-barred) માં જણાવ્યું છે કે તે મેચ અગાઉ રાતે તેમણે ખુબ દારૂ પીધો હતો અને મેચવાળા દિવસે તેઓ હેંગઓવરમાં હતા.
વનડે મેચમાં 6 બોલમાં 6 છગ્ગા
2007 ના વનડે વર્લ્ડ કપમાં ગિબ્સે 6 બોલમાં 6 છગ્ગા મારવાનું કારનામું કર્યું હતું. ત્યારે તેઓ આમ કરનારા પહેલા બેટર બન્યા હતા. ગિબ્સે નેધરલેન્ડ વિરુદ્ધ વનડેમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ગિબ્સે વેન બુંગેના બોલ પર સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે