આઈપીએલના રંગારંગ પ્રારંભ વચ્ચે ચોરોએ કર્યો મોટો કાંડ, અમદાવાદમાં 150 ફોનની ચોરી
IPL 2023 Opening Ceremony: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 માર્ચની સાંજે આઈપીએલની 16મી એડિશનનો રંગારંજ પ્રારંભ થયો હતો. પ્રથમ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે જીત મેળવી હતી. આ શાનદાર આયોજન બાદ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોરોના આતંકનો ખુલાસો થયો છે. અમદાવાદ પોલીસને આશરે 150 મોબાઇલ ચોરીની ફરિયાદો મળી છે.
Trending Photos
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની 16મી સીઝનનો રંગારંગ પ્રારંભ થયા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 એપ્રિલે ગુજકાત ટાઈટન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાની હોમ પિચ પર જ્યાં ત્રીજા મુકાબલાને જીતીને જીતની હેટ્રિક લગાવવા ઈચ્છશે તો સ્ટેડિયમની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મી અને અમદાવાદ પોલીસના જવાનોની નજર ચોરો પર રહેશે. શુક્રવાર (31 માર્ચ) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ઉદ્ઘાટન મેચમાં 150 મોબાઇલ ચોરી થવાની ફરિયાદ પોલીસને મળી છે. તેમાં ઘણા ફરિયાદીઓએ જણાવ્યું કે તેમણે આઈફોન ઈએમઆઈ પર લીધો હતો.
150થી વધુ મોબાઇલ ચોરી
મીડિયા રિપોર્ટ અનુસાર 150 તો તેવા લોકો છે જે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. કેટલાક અન્ય લોકો પણ હોઈ શકે છે, જેણે હજુ સુધી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી નથી. તેવામાં આ સંખ્યા હજુ વધી શકે છે. આઈપીએલ 16નો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ પ્રારંભ થયો હતો. તેમાં રશ્મિકા મંદાનાએ પોતાની સુપરહિટ ફિલ્મ પુષ્પા ધ રાઇઝના હિટ ગીત પર માહોલ બાંધ્યો હતો. આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. ઓપનિંગ સેરેમનીમાં ગાયક અરિજીત સિંહ, અભિનેત્રી તમન્ના ભાટિયાએ પોતાના પરફોર્મંસથી દર્શકોનું દિલ જીતી લીધુ હતું. રશ્મિકા મંદાનાના પરફોર્મંસ અને પછી ટી20ના માહોલમાં ખોવાયેલા દર્શકો પર મોટી સંખ્યામાં ચોરોએ હાથ સાફ કર્યા હતા. મોટી સંખ્યામાં ફરિયાદ સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસ 9 એપ્રિલની મેચ માટે વિશેષ સર્વેલાન્સની તૈયારી કરી રહી છે, જેથી મોબાઇલ ચોરોને રંગેહાથ પકડી શકાય.
પોલીસે કર્યા એલર્ટ
એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આટલા મોટા પાયા પર મોબાઇલ ચોરીમાં કોઈ સંગઠિત ગેંગની ભૂમિકા હોઈ શકે છે. તે પણ સામે આવ્યું કે ઓપનિંગ મેચમાં મોટી સંખ્યામાં આઈફોન ચોરાયા છે. ત્યારબાદ ફોન ચોરને શોધવા માટે ફાઇન્ડ માઇ ફોન કઈ રીતે લોકેશન શોધવામાં આવે. તેને લઈને મોબાઇલ ધારક નવરંગપુરા અને શાસ્ત્રી નગરના એપલ સ્ટોર પર પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ વિશે પોલીસનું કહેવું છે કે જો ફોન ગૂમ થઈ જાય તો ફાઇન્ડ માઇ ફોનનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ, કારણ કે ફોન ચોરનાર ચાલાકી કરે છે. તે ઘણીવાર બીજા ડિવાઇસ અને ફોન પર લિંક મોકલે છે. જો તેને ક્લિક કરવામાં આવે તો મોબાઇલનો પાસવર્ડ મળવાની સંભાવના રહે છે. આ પ્રકારે બોગસ લિંકથી સતર્ક રહેવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે