ENG vs NZ : વિલિયમ્સન અને ટેલરની સદી, ન્યૂઝિલેન્ડે જીતી સીરીઝ, હવે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર
મેચમાં 226 રન બનાવનારા જો રૂટને(Jo Root) મેન ઓફ ધ મેચ (Man of the Match) પસંદ કરાયો હતો. મેન ઓફ ધ સીરીઝનો (Man of the Series) એવોર્ડ નીલ વેગનરને (Nil Wegnor) મળ્યો હતો. તેણે સીરીઝની(Series) ત્રણ ઈનિંગ્સમાં 13 વિકેટ લીધી હતી.
Trending Photos
હેમિલ્ટનઃ યજમાન ન્યૂઝીલેન્ડના(New Zealand) કેપ્ટન કેન વિલિયમ્સન(Kan Williamson) અને રોસ ટેલરે(Ross Teller) ઈંગ્લેન્ડ(England) સામેની બીજી ટેસ્ટના અંતિમ દિવસે શાનદાર સદી ફટકારી. કેન વિલિયમ્સને 104 અને રોસટેલરે 105 રનની નોટ આઉટ ઈનિંગ્સ રમી હતી. આ બંનેની સદીની મદદથી ન્યૂઝીલેન્ડ (New Zealand) બીજી ટેસ્ટ સરળતાથી ડ્રો સુધી ખેંચી ગયું હતું. આ સાથે જ બે મેચની સીરીઝ ન્યૂઝિલેન્ડે 1-0થી જીતી લીધી હતી. તેણે પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને(England) એક ઈનિંગ્સથી હાર આપી હતી.
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચેની બીજી ટેસ્ટ હેમિલ્ટનમાં(Hamilton) રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે સૌ પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ ઈનિંગ્સમાં ન્યૂઝીલેન્ડે 375 રન બનાવ્યા હતા. જેવા જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 476 રન બનાવી નાખ્યા હતા. આ રીતે, તેણે ન્યૂઝીલેન્ડ પર 101 રનની લીડ મેળવી લીધી હતી. મેચના ચોથા દિવસના અંત સુધી ન્યૂઝીલેન્ડે બે વિકેટના નુકસાન પર 96 રન બનાવ્યા હતા. એ સમયે તે ઈંગ્લેન્ડના સ્કોરથી 5 રન પાછળ હતું.
રોજર ફેડરરને મળ્યું એવું સન્માન, જે સ્વિત્ઝરર્લેન્ડમાં અત્યાર સુધી કોઈ પણ જીવિત શખ્સિયતને નથી મળ્યું
મેચના પાંચમા દિવસે મંગળવારે કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરે ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સ આગળ વધારી હતી. બંને બેટ્સમેન ક્રીઝ પર ચોંટી ગયા હતા અને ઈંગ્લેન્ડના બોલરોને વિકેટ માટે હંફાવી દીધા હતા. કેન અને રોસે ત્રીજી વિકેટ માટે 213 રનની ભાગીદારી કરી અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 241/2 સુધી પહોંચાડી દીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ પાંચમા દિવસે પ્રથમ અને બીજી સેશનમાં એક પણ વિકેટ મેળવી શકી નહીં. વિલિયમ્સને ટેસ્ટ કારકિર્દીની 22મની અને ટેલરે 20મી સદી ફટકારી હતી.
ટી-બ્રેકના સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 241/2 પર હતો. હવે નક્કી હતું કે મેચ ડ્રો થવાની છે. એટલે બંને ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન અને જો રૂટે મેચ ડ્રો પુરી કરવા પર સહમતિ વ્યક્ત કરી. આ કારણે ટી બ્રેક પછીની ગેમ રમાઈ નહીં. મેચમાં 226 રન બનાવનારા જો રૂટને મેન ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ નીલ વેગનરને મળ્યો હતો. તેણે સીરીઝની ત્રણ ઈનિંગ્સમાં 13 વિકેટ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે