IPL 2020: દેવદત્ત પડિક્કલે તોડી દીધો આઈપીએલનો મોટો રેકોર્ડ, મેળવી ખાસ સિદ્ધિ
દેવદત્ત પડિક્કલ આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે, જે અનકેપ્ડ ઈન્ડિયન છે.
Trending Photos
નવી દિલ્હીઃ યૂએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2020મા રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમે પોતાના વાઇસ કેપ્ટન પાર્થિવ પટેલને ડ્રોપ કર્યો અને પહેલી મેચમાં ઓપનર તરીકે દેવદત્ત પડિક્કલને તક આપવામાં આવી હતી. પડિક્કલે પણ આરસીબીના મેનેજમેન્ટ અને કેપ્ટન વિરાટ કોહલીને નિરાશ કર્યા નથી. પડિક્કલે પોતાની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે ઘણી દમદાર ઈનિંગ રમી છે. ત્યાં સુધી કે છેલ્લી લીગ મેચમાં પણ તેણે આરસીબી તરફથી દિલ્હી વિરુદ્ધ અડધી સદી ફટકારી છે.
હકીકતમાં દેવદત્ત પડિક્કલ આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે, જે અનકેપ્ડ ઈન્ડિયન છે. પડિક્કલે ટૂર્નામેન્ટમાં પાંચમી અડધી સદી ફટકારી અને આ સાથે તેણે શિખર ધવન અને શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધા છે. વર્ષ 2008મા દિલ્હી ડેયરડેવિલ્સ માટે શિખર ધવને 4 અડધી સદી ફટકારી હતી. તે સમયે શિખર ભારતીય ટીમ માટે પર્દાપણ કર્યું નહતું.
તો અય્યરે 2015મા દિલ્હીની ટીમ માટે ચાર અડધી સદી ફટકારી હતી. હવે દેવદત્ત પડિક્કલે પાંચ અડધી સદી ફટકારીને તેના રેકોર્ડને ધરાશાયી કરી દીધો છે. આ ત્રણેય બેટ્સમેનોએ 4 કે તેથી વધુ અડધી સદી આઈપીએલમાં તે સમયે લગાવી છે, જ્યારે તેને ભારતીય ટીમ માટે રમવાની તક મળી નહતી. પડિક્કલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
CSKના સ્ટાર બેટ્સમેન શેન વોટસને ક્રિકેટ છોડવાનો લીધો નિર્ણયઃ રિપોર્ટ્સ
ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં દમદાર પ્રદર્શનની મદદથી આરસીબીએ આઈપીએલ 2020 માટે તેને ટીમમાં સામેલ કર્યો હતો. પડિક્કલે પણ બધાની આશા પૂરી કરી છે. પડિક્કલે આ સીઝનમાં લીગ મેચોમાં આરસીબી માટે 14 મેચોમાં 472 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 અડધી સદી ફટકારી. તેણે 33ની એવરેજથી રન બનાવ્યા છે, ટૂર્નામેન્ટમાં તેની સ્ટ્રાઇક રેટ 126.54ની રહી છે. તેણે 51 છગ્ગા ફટકાર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે