પાકિસ્તાનમાં ચોંકાવનારું MMS સ્કેન્ડલ... વધુ એક ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો લીક! ઉઠ્યા સવાલ
Maryam Faisal Obscene Video: પાકિસ્તાનમાં ટિકટોકર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો ખાનગી ડેટા લીક થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં વધુ એક ટિકટોકર મરિયમ ફૈસલનો મામલો સામે આવ્યો છે.
Trending Photos
Maryam Faisal Obscene Video: પાકિસ્તાનમાં ટિકટોકર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો ખાનગી ડેટા લીક થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં વધુ એક ટિકટોકર મરિયમ ફૈસલનો મામલો સામે આવ્યો છે. જેમાં કથિત પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ દેશમાં ઓનલાઈન પ્રાઈવેસી અને ડિજિટલ સુરક્ષાને લઈ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
મરિયમ ફૈસલનો પ્રાઈવેટ વીડિયો વાયરલ
મરિયમ ફૈસલના ટિકટોક પર 6 લાખ ફોલોઅર્સ અને લાખો લાઈક્સ છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ પર એક વીડિયો અને કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં મરિયમને કથિત રીતે એક પુરુષ સાથીની સાથે પ્રાઈવેટ મોમેન્ટમાં બતાવવામાં આવી છે. જો કે, આ વીડિયોની પ્રામાણિકતાની પુષ્ટિ થઈ નથી અને મરિયમે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
Good night 😴😴😴😴
اب یہ مریم فیصل کون ہے کس طرف جا رہا ہے ہمارا معاشرہ
Comments like and repost b mar dia kro pic.twitter.com/u6a46Ekls7
— Saweera (@Saweera2067514) December 1, 2024
પાંચમી ઘટનાએ વધારી ચિંતા
મરિયમ ફૈસલનો આ મામલો પાકિસ્તાનમાં આવો પહેલો કેસ નથી. અગાઉ મથીરા ખાન, મિનાહિલ મલિક, ઇમ્શા રહેમાન અને કંવલ આફતાબ જેવા ઈન્ફ્લુએન્સર્સ પણ આવા વિવાદોનો શિકાર બની ચૂક્યા છે. આ ઘટના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રાઈવેસી ઉલ્લંઘન અને વ્યક્તિગત ડેટાના દુરુપયોગના વધતા ખતરાને પ્રકાશિત કરે છે.
કંવલ આફતાબનો મામલો
ગયા મહિને ટિકટોકર કંવલ આફતાબનો કથિત પ્રાઈવેટ વીડિયો લીક થવાના સમાચાર સામે આવ્યા હતા. લાહોરની રહેવાસી કંવલ તેના ટિકટોક કન્ટેન્ટ અને મોડલિંગ કરિયર માટે જાણીતી છે. તે પહેલા પણ આવા વિવાદોનો સામનો કરી ચુકી છે. કંવલના ઇન્સ્ટાગ્રામ પર 4 મિલિયન અને ફેસબુક પર 3.1 મિલિયન ફોલોઅર્સ છે. તેના ફેન્સ તેને તેના પરિવારિક અને લાઈફસ્ટાઈલ કન્ટેન્ટ માટે પસંદ કરે છે.
ડિજિટલ પ્રાઈવેસી પર સવાલ
આ ઘટનાઓએ ડિજિટલ સુરક્ષા અને પ્રાઈવેસીને લઈ ગંભીર સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને ઘણીવાર ઓનલાઈન ઉત્પીડન અને વ્યક્તિગત ડેટાના દુરુપયોગનો સામનો કરવો પડે છે. આવા મામલાઓ માત્ર તેમના કરિયર પર જ નહીં પરંતુ તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર કરે છે.
સમાજ અને કાનૂનની જવાબદારી
પાકિસ્તાનમાં વધતા ડિજિટલ પ્લેટફોર્મની સાથે-સાથે સાયબર ક્રાઈમ પણ ઝડપથી વધી રહ્યો છે. આવા મામલાઓનો સામનો કરવા માટે માત્ર કડક કાયદાની જરૂર નથી, પરંતુ સમાજે પણ સંવેદનશીલતા દાખવવાની જરૂરી છે. આ ઘટનાઓએ સાબિત કર્યું છે કે, ડિજિટલ પ્રાઈવેસીની સુરક્ષા માટે નક્કર પગલાં લેવા હવે અત્યંત મહત્વપૂર્ણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે