CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર', ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડ્રોપ કરવાની તૈયારી

Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત સોમવાર સુધી થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની સિરીઝ બાદ ઘણા ખેલાડીઓના ભવિષ્યને લઈને સવાલો ઉઠી રહ્યાં છે. તેવામાં પસંદગીકારો ચેમ્પિયન્સ ટ્રોફી માટે એક ખેલાડીને ડ્રોપ કરી શકે છે.
 

 CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર', ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડ્રોપ કરવાની તૈયારી

Champions Trophy 2025: 19મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક સમયે ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવનાર ખેલાડીને બહાર કરવાની યોજના બની રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ રવીન્દ્ર જાડેજાની. તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી પડતો મુકવામાં આવી શકે છે.

T20માંથી નિવૃત્તિ લીધી
જાડેજા ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. પરંતુ ટીમ ઈન્ડિયાની ટાઈટલ જીત બાદ જડ્ડુએ રોહિત-વિરાટની સાથે T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. જાડેજા ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી અને હવે તેની વનડે કારકિર્દી પણ જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ જાડેજા ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમના રડારમાં નથી.

શું છે ડ્રોપ કરવાનું કારણ?
ઓસ્ટ્રેલિયામાં પોતાની ત્રણ ટેસ્ટ મેચમાં જાડેજાએ માત્ર 4 વિકેટ લીધી હતી. પરંતુ તેણે બેટથી એક અડધી સદીની મદદથી 27ની એવરેજથી 135 રન ફટકાર્યા હતા. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને એક સૂત્રએ જણાવ્યું- તે એ વાત પર નિર્ભર કરે છે કે પસંદગીકારો ક્યારે ફેરફારની જરૂરીયાત પર નિર્ણય કરી શકે છે. તે એ વાત પર ચર્ચા કરશે કે શું તે (રવીન્દ્ર) જાડેજાના રૂપમાં સુરક્ષિત વિકલ્પની સાથે જવા ઈચ્છે છે કે આગળ વધવા ઈચ્છે છે.

જાડેજા થઈ શકે છે ડ્રોપ
સૂત્રએ આગળ કહ્યું- ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે સારૂ પ્રદર્શન કરવામાં સંઘર્ષ કરવો પડ્યો છે. પરંતુ તેની બોલિંગ સ્થિર રહી છે. હવે જાડેજાથી આગળ વધવાની ઈચ્છા છે ખાસ કરી વનડે ફોર્મેટમાં. આવનારા દિવસોમાં આ એક મુશ્કેલ નિર્ણય હશે. જ્યારે ટેસ્ટ ક્રિકેટની વાત આવે છે તો જાડેજા મધ્ય ક્રમમાં અનુભવીની કમીને કારણે હજુ પણ ઈંગ્લેન્ડના પ્રવાસ માટે દાવેદાર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news