IND vs SA: બીસીસીઆઇએ T20 સિરીઝના શેડ્યૂલની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે મેચ
India vs South Africa T20 Series Schedule: બીસીસીઆઇએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાનાર ટી20 સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. બંને ટીમ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાશે.
Trending Photos
India vs South Africa T20 series Schedule: BCCI એ આઇપીએલ વચ્ચે ભારત અને સાઉથ આફ્રિકા ટી20 સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકા જૂન મહિનામાં ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાશે. આ સિરીઝની શરૂઆત 9 જૂનથી થશે. ટી20 વર્લ્ડ કપ 2022 ને જોતા આ સિરીઝ ભારત માટે ઘણી મહત્વની સાબિત થશે.
ટીમ ઇન્ડિયાને જૂમાં 7 ટી20 મેચ રમવાની છે. ભારત સાઉથ આફ્રિકા સામે 9-19 જૂન વચ્ચે પાંચ મેચની ઘરેલું સિરીઝ રમશે. ત્યારબાદ આયર્લેન્ડના માલાહાઇડમાં ટીમ 26 જૂન અને 28 જૂનના બે ટી20 મેચ રમશે. આયર્લેન્ડ પ્રવાસ સમયે ભારતની મુખ્ય ટીમ ઇંગ્લેન્ડમાં હશે, એવામાં આ પ્રવાસ પર નવા ખેલાડીઓને તેક મળશે.
NEWS 🚨 - BCCI announces venues for home series against South Africa.
More details 👇 #INDvSA #TeamIndia https://t.co/suonaC39wR
— BCCI (@BCCI) April 23, 2022
બંને ટીમ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ
મેચ | તારીખ | જગ્યા |
પહેલી મેચ | 9 જૂન | દિલ્હી |
બીજી મેચ | 12 જૂન | કટક |
ત્રીજી મેચ | 14 જૂન | વિશાખાપટ્ટનમ |
ચોથી મેચ | 17 જૂન | રાજકોટ |
પાંચમી મેચ | 19 જૂન | બેંગલુરૂ |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે